ઇન્ફર્મેશન ટેકનોલોજી યુવાન વૈષ્ણવે AI સમિટમાં વ્યક્ત કરી સરકારની ગંભીરતા
ભારત સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉંમર-આધારિત પ્રતિબંધો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ભારતના માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર બાળકો અને સમાજને ડીપફેક જેવા જોખમોથી બચાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે સતત વાતચીત કરી રહી છે. આઇટી મંત્રીએ AI ઇમ્પેક્ટ સમિટમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યુ કે જેમ ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેમ ભારત પણ સંતુલિત અભિગમ અપનાવવા માંગે છે. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે ડીપફેકની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. તે માત્ર બાળકોને નુકસાન જ પહોંચાડી રહ્યું નથી, પરંતુ તે સમાજમાં ખોટી માહિતી અને મૂંઝવણ ફેલાવવાની ઘટનાઓમાં પણ વધારો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે હાલના કાયદાઓ ઉપરાંત, મજબૂત નિયમોની જરૂૂર છે.
કેન્દ્રીય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ, પછી ભલે તે નેટફ્લિક્સ, યુટ્યુબ, મેટા કે એક્સ હોય, તેણે ભારતીય કાયદા અને બંધારણનું પાલન કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસદીય સમિતિએ આ મુદ્દાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. સરકાર ડીપફેક સામે કડક અને અસરકારક કાયદા બનાવવા માટે સંસદમાં વ્યાપક સર્વસંમતિ બનાવવા માંગે છે. સ્પષ્ટ ઉદ્દેશ્ય સમાજ અને ખાસ કરીને બાળકોને ડિજિટલ નુકસાનથી બચાવવાનો છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઘણા દેશોએ હવે ઉંમરના આધારે ક્ધટેન્ટ અને પ્લેટફોર્મ ઍક્સેસને નિયંત્રિત કરવાની જરૂૂરિયાતને સ્વીકારી લીધી છે. ભારતે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ બાળકો અને યુવાનો માટે અલગ નિયમો લાગુ કરી દીધા છે.
