ગુજરાત

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી

Published

on

રાજકોટનાં સરદાર પટેલ ભવન, કાગવડ સ્થિત ખોડલધામ મંદિર અને લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી દિવસ ઉજવાયો: મા ખોડલને વિશિષ્ટ શણગાર

15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રને સમર્પિત એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના મુખ્ય કાર્યાલય એટલે કે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે તથા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે અને વેરાવળ સોમનાથ સ્થિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


15મી ઓગસ્ટના દિવસે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સવારે 8 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની એડવાઈઝરી કમિટીના સભ્ય રમેશભાઈ પટેલ અને નારણભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, ક્ધવીનરઓ, વિવિધ સમિતિઓના સભ્યો, ફેકલ્ટીઓ, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાનમાં ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા.

મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તોમાં ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો. 78મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સવારે શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિરના સ્ટાફગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.આજ રીતે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત વેરાવળ સોમનાથ સ્થિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ટ્રસ્ટીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version