ડિજિટલ અરેસ્ટ પર CBIની સર્જિકલ સ્ટ્રાઇક, 16 રાજ્યોમાં 80 સ્થળે દરોડા

  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દેશભરમાં ચાલી રહેલા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એક બહુ મોટું સર્ચ ઓપરેશન…

 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દેશભરમાં ચાલી રહેલા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એક બહુ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન હેઠળ તપાસ એજન્સીએ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ લોકેશન પર એકસાથે દરોડા પાડ્યા છે. આ દેશવ્યાપી ઓપરેશનનો મુખ્ય હેતુ એ સંગઠિત ગેંગનો પર્દાફાશ કરવાનો છે જે નિર્દોષ નાગરિકોને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને કરોડો રૂૂપિયા પડાવી રહી છે. આ ઓપરેશનમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના પ્રમુખ રાજ્યોનો સમાવેશ થાય છે.

આ મેગા ઓપરેશનને અંજામ આપવા માટે સીબીઆઈ દ્વારા આશરે 60 જેટલી વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમણે તમામ રાજ્યોમાં એકસાથે કવાયત હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન એજન્સીએ કોલકાતા અને ચેન્નાઈથી બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ બોગસ (શેલ) કંપનીઓ બનાવતા હતા અને સાયબર ગુનાઓ દ્વારા પડાવેલા નાણાં છુપાવવા માટે ’મ્યુલ’ બેંક એકાઉન્ટ્સ ચલાવતા હતા. તપાસકર્તાઓના મતે, આ બેંક ખાતાઓ દ્વારા આશરે 2 કરોડ રૂૂપિયાની ગુનાહિત કમાણીની હેરફેર કરવામાં આવી હોવાની આશંકા છે અને હાલમાં તમામ જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવાઓ તેમજ નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

સીબીઆઈના સત્તાવાર અહેવાલ અનુસાર, દેશભરમાં નોંધાયેલા 200થી વધુ ડિજિટલ અરેસ્ટ અને સાયબર છેતરપિંડીના કેસોના તાર આ ચોક્કસ સંગઠિત નેટવર્ક સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડમાં ઠગો પોલીસ અધિકારી, સીબીઆઈ, કસ્ટમ્સ ઓફિસર કે ન્યાયિક સત્તાધિકારી હોવાનો ઢોંગ કરે છે અને લોકોને કાયદાકીય કાર્યવાહી કે જેલની ધમકી આપી, વીડિયો કોલ દ્વારા નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) કરીને કલાકો સુધી ડરાવે છે અને બાદમાં લાખો રૂૂપિયા પડાવી લે છે. આ ગંભીર મુદ્દે સાયબર ક્રાઈમ નિષ્ણાત અને પૂર્વ આઈપીએસ અધિકારી પ્રોફેસર ત્રિવેણી સિંહે ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈપણ સરકારી કે કાયદા અમલીકરણ એજન્સી ક્યારેય ફોન કે વીડિયો કોલ દ્વારા આવી ધરપકડ કરતી નથી કે નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી નથી. સીબીઆઈ આ મામલે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય ગુનેગારોને પકડવા વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *