મોડેલ ટ્રિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશે

    મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ પૂર્વ મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે હવે દેશની સૌથી મોટી તપાસ એન્જિન્સી CBI એક્શનમાં આવી…

 

 

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ પૂર્વ મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે હવે દેશની સૌથી મોટી તપાસ એન્જિન્સી CBI એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી અને નિર્દેશો બાદ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI ) એ આ કેસ પોતાની હાથમાં લઈ લીધો છે. એજન્સીએ ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને તેની સાસુ (જેઓ પૂર્વ જિલ્લા જજ રહી ચૂક્યા છે) ગિરિબાલા સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને દહેજ પ્રતિષેધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાતે સંજ્ઞાન લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ન્યાયતંત્ર પર લાગી રહેલા આરોપો અંગે ગંભીર ચિંતા અને નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે- એ સાંભળીને અત્યંત દુ:ખ થયું કે ન્યાયતંત્ર આરોપીઓને બચાવી રહ્યું છે.
ટોચની અદાલતે સામાન્ય જનતાને સોશિયલ મીડિયા પર અટકળોથી બચવા અને તપાસ એન્જિન્સી પર ભરોસો રાખવા અપીલ કરી છે. સાથે જ કોર્ટે મીડિયા ટ્રાયલ સામે લાલ આંખ કરતા કહ્યું કે, સાક્ષીઓ અને સંભવિત આરોપીઓના નિવેદનો લાઈવ રેકોર્ડ કરીને કોઈ ખાસ નરેટિવ (વાર્તા) ઘડવાનું બંધ કરવામાં આવે.

પીડિત પરિવારના દર્દને માત્ર ’સાઉન્ડ બાઈટ્સ’ પૂરતું સીમિત ન રાખવું જોઈએ.CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની વિગતો મુજબ, ટ્વિશા શર્માના લગ્ન 9 ડિસેમ્બર, 2025ના રોજ સમર્થ સિંહ સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા તેને વધારાના દહેજ માટે માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતી હોવાનો આરોપ છે. લગ્નના માત્ર 6 મહિનાની અંદર જ એટલે કે 12 મે, 2026ના રોજ રાત્રે 10:20 વાગ્યે ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા સાસરીના ઘરમાંથી ટ્વિશાની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *