દેશના હાઇવે પર મુસાફરી કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા દિશામાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી, દેશભરના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરના ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ટોલ ટેક્સ હવે ફક્ત FASTag અથવા UPI દ્વારા જ ચૂકવી શકાશે. સરકાર માને છે કે આ નિર્ણયથી મુસાફરી સરળ બનશે અને સમય, ઇંધણ અને પૈસાની પણ બચત થશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે ભારત ઝડપથી ડિજિટલ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ, UPI દ્વારા ટોલ ચુકવણીની સુવિધા શરૂૂ કરવામાં આવી હતી, જેને સારી રીતે આવકાર મળ્યો હતો. હવે, સરકારે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
1 એપ્રિલ પછી, ટોલ પ્લાઝા પર ફક્ત FASTag અથવા UPI જ સ્વીકારવામાં આવશે.
આ નિર્ણય બાદ, દેશભરના ટોલ પ્લાઝા પર કેશ લેન સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આનાથી મેન્યુઅલ કલેક્શનને કારણે થતી લાંબી કતારોથી રાહત મળશે. સરકારનો દાવો છે કે કેશલેસ ટોલિંગ સિસ્ટમને ઝડપી, વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.
કેશલેસ ટોલિંગ લાગુ કરવાનો આ નિર્ણય ભવિષ્યની મોટી યોજનાનો પુરોગામી પણ માનવામાં આવે છે. સરકાર ટૂંક સમયમાં મલ્ટી-લેન ફ્રી ફ્લો (ખકઋઋ) ટોલિંગ સિસ્ટમ લાગુ કરશે. આ સિસ્ટમ હેઠળ, ટોલ પ્લાઝા પર કોઈ અવરોધો રહેશે નહીં, જેનાથી વાહનો હાઇવે પર મુક્તપણે મુસાફરી કરી શકશે.
