પોકસો કેસમાં દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને અમિત શર્માની ખંડપીઠે આ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે સગીર પીડિતા વતી પશારીરિક સંબંધથ શબ્દના ઉપયોગને જાતીય સતામણી ન કહી શકાય. નીચલી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. ખંડપીઠે તેના ચુકાદામાં કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે ટ્રાયલ કોર્ટ કેવી રીતે નિષ્કર્ષ પર આવી કે પીડિતાનું જાતીય શોષણ થયું હતું જ્યારે તેણી પોતે આરોપીની સાથે હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શારીરિક સંબંધ અથવા સંબંધથી યૌન ઉત્પીડન અને પછી યૌન ઉત્પીડન સુધીની વાતને સાક્ષ્ય દ્વારા સ્થાપિત થવી જોઇએ, તેને અનુમાન તરીકે લઈને આગળ વધી શકાય નહીં.
કોર્ટે 23 ડિસેમ્બરે આપેલા તેના ચુકાદામાં કહ્યું હતું કે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે હકીકતથી યૌન ઉત્પીડન થયું હોવાના નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં. પીડિતાએ સુનાવણી દરમિયાન શારીરિક સંબંધ શબ્દ કહ્યો હતો, પરંતુ તેણે આ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં કર્યો તે સ્પષ્ટ નથી.બેન્ચે ચુકાદામાં કહ્યું કે સંબંધ બનાવ્યો શબ્દોનો ઉપયોગ પણ પોકસો એક્ટની કલમ 3 અથવા આઇપીસીની કલમ 376 હેઠળ ગુનો સ્થાપિત કરવા માટે પૂરતો નથી. જો કે પોકસો એક્ટ હેઠળ, છોકરી સગીર હોય તો સંમતિથી કોઈ ફરક પડતો નથી પરંતુ શારીરિક સંબંધને યૌન ઉત્પીડન કહેવું તો દુર યૌન સંભોગ પણ કહી શકાય નહીં
