Budget 2026 : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળી, સંસદમાં નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું

      નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…

 

 

 

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ સસ્તા કરવા, આવકવેરામાં છૂટ, કિસાન સન્માન નિધિમાં વધારો અને અમૃત ભારત ટ્રેનોની જાહેરાત સહિતની નોંધપાત્ર અપેક્ષાઓ છે. આયુષ્માન ભારત અને ઉજ્જવલા યોજનાઓનો વ્યાપ પણ વિસ્તૃત થવાની અપેક્ષા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે મોદી કેબિનેટ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું જેને ઔપચારિક રીતે મંજૂરી આપી દેવામાં આવી હતી.આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટ વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતાા. આ બજેટમાં સરકાર 5 મોટી જાહેરાતો કરી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે તૈયાર છે, તેમણે હાથથી વણેલી કાંચીવરમ સિલ્ક સાડી પહેરી હતી જે તમિલનાડુના સદીઓ જૂના વણાટ વારસાને માન આપે છે. તે જાંબલી કટ્ટમ કાંચીવરમ સાડી છે જેમાં હળવા સોનેરી ભૂરા રંગના ચેક અથવા કટ્ટમ છે, અને તેમાં કોફી બ્રાઉન બોર્ડર છે જેમાં દોરાકામ છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *