BSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યો

  ભારતના ટેલિકોમ સેક્ટરમાં એક સમયે જે કંપનીને આઉટડેટેડ ગણીને નકારી દેવામાં આવી રહી હતી, તે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)…

 

ભારતના ટેલિકોમ સેક્ટરમાં એક સમયે જે કંપનીને આઉટડેટેડ ગણીને નકારી દેવામાં આવી રહી હતી, તે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ આજે અદભુત પરિવર્તન કરીને સમગ્ર ઉદ્યોગ જગતને ચોંકાવી દીધું છે.

કેન્દ્ર સરકારના મજબૂત રોડમેપ અને આયોજિત માળખાગત સુધારાના દમ પર BSNL ની વાર્ષિક આવક છેલ્લા બે વર્ષમાં આશરે 19 ટકાના ઉછાળા સાથે ₹25,000 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. સંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ પ્રસાર ભારતીને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં આ વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા કડક નિર્ણયોથી જ આ સરકારી કંપનીનું નસીબ બદલાયું છે.

મંત્રી પેમ્માસાનીએ નાણાકીય આંકડાઓની વિગતો આપતા કહ્યું કે, BSNL માં થયેલો આ નાણાકીય સુધારો સામાન્ય નથી પરંતુ ઐતિહાસિક છે. બે વર્ષ પહેલાં કંપનીની જે આવક ₹21,000 કરોડ હતી, તે આજે વધીને ₹25,000 કરોડ થઈ ગઈ છે. સૌથી મોટી અને ગર્વની વાત એ છે કે, કંપનીના ઓપરેટિંગ નફામાં (EBITDA) અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. જે EBITDA અગાઉ માત્ર ₹50 કરોડ હતો, તે સુધારેલી કાર્યકારી ક્ષમતાના કારણે આજે આશરે ₹7,000 કરોડ સુધી પહોંચી ગયો છે. આંકડાઓ અનુસાર, BSNL એ નાણાકીય વર્ષ 2023-24 માં ₹21,30 કરોડ અને નાણાકીય વર્ષ 2024-25 માં ₹23, cradle427કરોડની આવક નોંધાવી હતી, જે ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે.સરકારી ટેલિકોમ કંપનીની નબળી સેવાનું મુખ્ય કારણ તેનું નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું.

મંત્રીએ જણાવ્યું કે મંત્રાલય દ્વારા કરાયેલી વ્યવસ્થિત સમીક્ષા બાદ ખામીઓને પકડી પાડવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યમાં BSNL નો ટાવર અપટાઇમ (ચાલુ રહેવાનો સમય) માત્ર 75 ટકા હતો, જેને યુદ્ધના ધોરણે કામ કરીને 95 ટકા સુધી લઈ જવામાં આવ્યો છે. આ માટે દેશભરના 50,000 ટાવર્સમાં નવી બેટરીઓ નાખવામાં આવી છે, પાવર પ્લાન્ટ્સને આધુનિક બનાવવામાં આવ્યા છે અને જૂના ઘસાઈ ગયેલા કોપર કેબલને હાઈ-સ્પીડ ફાઈબર નેટવર્ક સાથે બદલી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ જ દરેક સર્કલમાં કનેક્શન વધારવાના કડક લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા.

આ અહેવાલમાં સૌથી મહત્વનો સ્તંભ ‘આત્મનિર્ભર ભારત’ નો છે. BSNL એ માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં દેશભરના 1,00,000 (એક લાખ) ટાવર્સ પર સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ એટલે કે સ્વદેશી 4ૠ ટેકનોલોજી લોન્ચ કરી દીધી છે. ચંદ્રશેખર પેમ્માસાનીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી ગ્લોબલ સ્ટાન્ડર્ડની છે અને તેની સફળતા સાથે જ ભારત હવે પોતાની સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવનારો વિશ્વનો પાંચમો સર્વોચ્ચ દેશ બની ગયો છે.

સસ્તા ટેરિફ પ્લાન અને ગ્રામીણ ભારત પર કેન્દ્રીત અભિગમે BSNL ને ખાનગી ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ (Reliance Jio, Airtel) ની સામે મજબૂતાઈથી ઊભી રાખી દીધી છે. જો આ જ ગતિ જળવાઈ રહેશે, તો આગામી દિવસોમાં BSNL 5ૠ રોલઆઉટ સાથે દેશના ટેલિકોમ માર્કેટમાં સત્તાવાર રીતે ગેમ-ચેન્જર સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.

પોસ્ટ ઓફિસ સાથે જોડાણ: માત્ર ₹1માં સિમ કાર્ડની કમાલ
ખાનગી ટેલિકોમ કંપનીઓના મોંઘા થઈ રહેલા રિચાર્જ પ્લાન્સની સામે BSNL ગ્રાહકો માટે સૌથી સસ્તો અને ભરોસાપાત્ર વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો સુધી પહોંચવા માટે કંપનીએ ભારતીય પોસ્ટ સાથે હાથ મિલાવ્યા છે. હવે દેશની પોસ્ટ ઓફિસો દ્વારા માત્ર 1 રૂૂપિયામાં BSNL નું સિમ કાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટપાલ કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને BSNLની સસ્તી અને શ્રેષ્ઠ સેવાઓ વિશે જાગૃત કરી રહ્યા છે. જે ગામડાઓમાં ખાનગી કંપનીઓના નેટવર્ક નથી, ત્યાં BSNL આજે એકમાત્ર ડિજિટલ લાઈફલાઈન સાબિત થઈ રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *