અર્જુન તેંડુલકરના લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ જગતના દિગ્ગજો ઉમટ્યા

અમિતાભ બચ્ચન, શાહરૂખ, આમીર ખાન પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા ક્રિકેટના ભગવાન ગણાતા, માસ્ટર બ્લાસ્ટર ઈન્ડિયન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે હાલમાં એકદમ ખુશીઓનો માહોલ જોવા મળી…

અમિતાભ બચ્ચન, શાહરૂખ, આમીર ખાન પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા

ક્રિકેટના ભગવાન ગણાતા, માસ્ટર બ્લાસ્ટર ઈન્ડિયન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે હાલમાં એકદમ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવું હોય પણ કેમ નહીં, ભાઈ જુનિયર તેંડુકલર એટલે કે અર્જુન તેંડુલકર લગ્ન બંધનમાં બંધાયો છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના આ રોયલ વેડિંગ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. મુંબઈના આલીશાન ’નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ખાતે યોજાયેલા આ ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં બોલીવૂડ સેલેબ્સથી લઈને પોલિટિશિયન્સે હાજરી આપી હતી.

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નમાં હાજરી આપનારા સેલેબ્સ અને જાણીતી હસતીઓની વાત કરીએ તો બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે હાજરી આપી હતી. ગ્રે સૂટ અને કાશ્મીરી શાલમાં ખૂબ જ બિગ બી હંમેશની જેમ જ પ્રભાવશાળી લાગી રહ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઈવેન્ટ માટે ઐશ્વર્યાએ લાઈટ સ્કાય બ્લ્યુ કલરની એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરી હતી.

જ્યારે અભિષેકે બ્લેક કુર્તા અને વ્હાઇટ પાયજામામાં ક્લાસિક લુક કેરી કર્યો હતો. બોલીવૂડના કિંગ ખાન શાહરૂૂખ ખાન પણ પત્ની ગૌરી ખાન સાથે અર્જુન અને શનાયાના લગ્ન હાજરી આપવા પહોંચ્યો હતો. જ્યારે પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના ખાને યલો ડ્રેસમાં સુંદર લાગતા હતા. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો આમિર ખાન પણ રેડ કલરના કુર્તામાં દેશી લુક સ્ટાઈલ કરીને તેંડુલકર પરિવારની ખુશહાલીમાં સામેલ થવા પહોંચ્યો હતો.

અર્જુન તેંડુલકરના લગ્ના પિતા સચિન તેંડુલકરના જૂના સાથીઓ અને ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે પહોંચ્યો હતો. ગીતાએ ગ્રીન ગાઉન-સ્ટાઈલ સાડી પહેરી હતી, જ્યારે ભજ્જીએ ફ્લોરલ નેહરુ જેકેટ અને પાઘડી સાથે પંજાબી અંદાજમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય ક્રિકેટર ઈરફાન પઠાન, સુરૈશ રૈના, શ્રૈયસ અય્યર, એમએસ ધોની પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *