ઓપરેશન સિંદૂરની યશોગાથા ગાવા ભાજપની આજથી 10 દી’ ત્રિરંગા યાત્રા

દેશ વ્યાપી યાત્રામાં મોદીના સંકલ્પ અને ભારતીય સેનાની બહાદુરી બતાવવામાં આવશે સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર સ્પષ્ટ અને મજબૂત…

દેશ વ્યાપી યાત્રામાં મોદીના સંકલ્પ અને ભારતીય સેનાની બહાદુરી બતાવવામાં આવશે

સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો. આનાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આગામી જનસંપર્ક અભિયાનની દિશા નક્કી થઈ. આ અભિયાન હેઠળ, ભાજપ આજે 13 મે થી 23 મે સુધી દેશવ્યાપી પતિરંગા યાત્રાથ શરૂૂ કરી રહી છે. આ યાત્રા દ્વારા, પાર્ટી સામાન્ય લોકોને ઓપરેશન સિંદૂરની સફળતા, સેનાની બહાદુરી અને મજબૂત અને સુરક્ષિત ભારત માટે મોદી સરકારના સંકલ્પથી વાકેફ કરશે.

રવિવારે રાત્રે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટી કોઈપણ પ્રકારના વિજયના ગર્વથી દૂર રહીને સશસ્ત્ર દળોની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડશે.

13 થી 23 મે દરમિયાન આયોજિત તિરંગા યાત્રામાં, દેશભરના મહત્વપૂર્ણ સ્થળોએ ત્રિરંગો લઈને રેલીઓ કાઢવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોના અગ્રણી લોકો પણ તેમાં ભાગ લેશે. ભાજપે કહ્યું કે આ અભિયાન પ્રધાનમંત્રી મોદીના સંકલ્પ અને ભારતીય સેનાની બહાદુરીનું પ્રતીક હશે. અગાઉ, તેમના 22 મિનિટના સંબોધનમાં, વડા પ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને માત્ર લશ્કરી કાર્યવાહી નહીં પરંતુ ભારતની નવી સુરક્ષા નીતિ અને આતંકવાદ સામે નવી વાસ્તવિકતા તરીકે વ્યાખ્યાયિત કર્યું. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના લાખો લોકોની લાગણીઓ અને ન્યાય માટેના તેમના અટલ સંકલ્પનું પ્રતીક છે.સ્ત્રસ્ત્ર તેમણે ભારતીય સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને ભારતની શક્તિનું પ્રદર્શન કર્યું.

પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ઓપરેશન સિંદૂર ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે, સમાપ્ત થયું નથી. તેમણે કહ્યું, નસ્ત્રભારત પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખશે. આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં.સ્ત્રસ્ત્ર મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત હવે આતંકવાદને પ્રાયોજિત કરતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે કોઈ ભેદ કરશે નહીં. તેમણે પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેને નસ્ત્રઆતંકવાદની યુનિવર્સિટીઓસ્ત્રસ્ત્ર ગણાવ્યા અને કહ્યું કે ભારતે આ ઠેકાણાઓનો નાશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *