કેન્દ્રીય બજેટ અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલના ફાયદા ગણાવવા નેતાઓની ફોજ ઉતરશે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય પડ ગરમ, 4 કેટેગરીના સંમેલન, પત્રકાર પરિષદો યોજાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણીઓ પુર્વે ભાજપે પ્રચારની ગાડી ટોપ ગિયરમાં નાખી છે અને કેન્દ્રીય બજેટ તેમજ ભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપાર કરારનો જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવશે અને આ માટે ભાજપે નેતાઓની મોટી ફોજ મેદાનમાં ઉતારવાનું આયોજન કર્યું છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા ફુલફલેજમાં મેદાનમાં આવ્યા છે અને નવુ સંગઠન કામે લગાડયું છે. આગામી તા.15 ફેબ્રુઆરી સુધી પ્રચારનું જબ્બર વાવાઝોડું ઉભુ કરવા આયોજન કરાયું છે. કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં ઉતરી પડનાર છે.
ગુજરાતમાં ભાજપ આગામી 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશે ભાજપ અને કેન્દ્રીય મંત્રીઓ બજેટના મુદ્દા સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે, 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં થશે બજેટનો પ્રચાર-પ્રસારનું વાવાઝોડું ઉભુ કરશે.
બજેટની જનકલ્યાણ વાતો લોકો સુધી પહોંચાડવા રણનીતિ કરાઈ રહી છે, અલગ-અલગ 4 કેટેગરીમાં યોજાશે 100થી વધુ મહાસંમેલન યોજાશે, ભાજપ પત્રકાર પરિષદ અને પ્રબુદ્ધ સંમેલન પણ યોજશે 15 ફેબ્રુઆરી સુધી મનપા-જિલ્લામાં યોજાશે પત્રકાર પરિષદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર 6 ફેબ્રુઆરીએ વડોદરામાં આવશે અને સ્પોર્ટ્સ રાજ્યમંત્રી રક્ષા ખડસે પ્રચાર કરવા ગુજરાત આવશે.
રાષ્ટ્રીય પ્રવક્તાની હાજરીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે અને 12 ફેબુઆરીએ યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેમાં કિસાન સંમેલન અને મહિલા સંમેલન પણ યોજાશે અને યુવા સંમેલન અને શ્રમિક સંમેલન પણ યોજાશે.
તમામ જિલ્લા-મનપામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે ચાર પ્રકારના વિશિષ્ટ સંમેલન પણ બજેટ અંગે યોજાશે. જિલ્લા તથા મનપા વાઈસ યોજાશે 4 અલગ અલગ કેટેગરીના મહાસંમેલન, કિસાન સંમેલન, મહિલા સંમેલન, યુવા સંમેલન અને શ્રમિક સંમેલન યોજાશે.
ગુજરાત ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની પણ જાહેરાત કરવામાં આવી છે અને અગાઉ પ્રદેશ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે. ઉપરાંત પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
