દક્ષિણના રાજ્યોમાં ભાજપને હજુ કપરા ચઢાણ, કેરલ-તમિલનાડુમાં માત્ર ચાર બેઠકો મળી

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલના વલણોએ ભારતનું નવું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. આ વલણોમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફ પૂર્વ અને…

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલના વલણોએ ભારતનું નવું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. આ વલણોમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફ પૂર્વ અને પૂર્વોત્તરમાં ઉત્સાહનું વાતાવરણ છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ફરી એકવાર નિરાશાજનક આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVKએ સ્થાપિત રાજકીય ગણિતોને ઉથલાવી દીધા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. કુલ 294 બેઠકોમાંથી અત્યાર સુધીના 206 બેઠકોના વલણોમાં ભાજપ 132 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TVK) 71 બેઠકો પર સમેટાઈ રહી છે. જો આ વલણો પરિણામમાં ફેરવાશે, તો બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે.
બીજી તરફ, પૂર્વોત્તરના મહત્વના રાજ્ય અસમમાં પણ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. કુલ 126 બેઠકોમાંથી 124 ના વલણોમાં ભાજપ 78 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 24 બેઠકો પર જ મર્યાદિત રહી છે.

દક્ષિણ ભારતમાં તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી 222 બેઠકોના વલણોમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિઝાગા વેત્રી કઝગમએ 109 બેઠકો પર પ્રચંડ લીડ મેળવીને રાજ્યમાં ત્રીજો મજબૂત પક્ષ બનીને ઉભર્યો છે.

કેરલમમાં પણ ભાજપ માટે કોઈ મોટા બ્રેકથ્રુ ના સંકેત નથી. 140 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને સાથી પક્ષો 57 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. ભાજપ અહીં માત્ર 2 બેઠકો પર જ આગળ છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ભાજપે પૂર્વી ભારત અને હિન્દી પટ્ટીમાં પોતાની પકડ મજબૂત કરી છે, પરંતુ દક્ષિણ ભારત હજુ પણ ભાજપ માટે એક મોટો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *