બિસલેરીના પાણીના સેમ્પલ ફરી ફેલ: સેમ્પલમાં બેક્ટેરિયા મળ્યા, FSSAIએ આપી કેસની મંજૂરી

  દેશભરમાં જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ બિસલેરીની મુશ્કેલીઓ વધી છે. પશ્ચિમ બંગાળમાં બિસલેરીના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયા મળી આવતા ફૂડ સેફ્ટી એન્ડ…

 

દેશભરમાં જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ બિસલેરીની મુશ્કેલીઓ વધી છે. પશ્ચિમ બંગાળમાં બિસલેરીના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયા મળી આવતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI દ્વારા કંપની સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના તેલીપાડા ગામમાં આવેલા બિસલેરીના પ્લાન્ટમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવતા પાણી પીવા માટે અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું.પરીક્ષણ દરમિયાન પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી પાણીની સ્વચ્છતા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

આ રિપોર્ટ સામે આવ્યા બાદ FSSAI દ્વારા કંપની સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દેશભરમાં પેકેજ્ડ પીવાના પાણીની ગુણવત્તા અને તેની સુરક્ષાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.પ્રાથમિક અને રેફરલ પ્રયોગશાળાઓ બંનેએ આ વાતની પુષ્ટિ કરી. આ કિસ્સામાં, 12 ઓગસ્ટ, 2026 ના રોજ ફક્ત એક જ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંપની સામે કાનૂની કાર્યવાહીને હવે મંજૂરી આપવામાં આવી છે. રવિવારે, FSSAI એ બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે સમાન કાર્યવાહીની જાહેરાત કરી હતી.

ગોવાના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા નમૂનાનું પણ અસુરક્ષિત પરીક્ષણ કરવામાં આવ્યું છે. બિસ્લેરીએ જણાવ્યું છે કે તેનું પાણી પીવા માટે સલામત છે અને આ બાબતે FSSAI સાથે સહયોગ કરશે.હવે આ મામલે કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *