આજે બિહારના નવાદા જિલ્લામાં કોંગ્રેસે ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. યાત્રા દરમિયાન, સુરક્ષા માટે તહેનાત એક પોલીસકર્મી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ગાડી નીચે આવી ગયો હતો. ત્યાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓએ પોલીસકર્મીને બહાર કાઢ્યો. રાહુલ ગાંધીએ પણ તેના હાલચાલ પુછ્યા હતા.
https://x.com/AHindinews/status/1957713933130678732
આ ઘટના ત્યારે બની જ્યારે રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની કાર ભીડમાંથી પસાર થઈ રહી હતી. સુરક્ષા માટે તૈનાત એક પોલીસકર્મી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ અકસ્માતે કારના વ્હીલ નીચે આવી ગયો.
https://www.instagram.com/reel/DNh4HhDP74v/?utm_source=ig_web_copy_link
પરંતુ સારી વાત એ હતી કે નજીકમાં હાજર અન્ય સુરક્ષા કર્મચારીઓએ ચપળતા બતાવી અને ઘાયલ પોલીસકર્મીને ત્યાંથી બહાર કાઢ્યો. અકસ્માત પછી, રાહુલ ગાંધી પોતે કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મીના હાલચાલ પુછ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે સૈનિક સુરક્ષિત છે, ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાએ થોડા સમય માટે ગભરાટ ફેલાવ્યો, પરંતુ સુરક્ષા ટીમની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
નવાદામાં લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “બિહારમાં લાખો લોકો છે જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની ભાગીદારી છે. આ લોકો સાથે મળીને મત ચોરી રહ્યા છે.”
તેમણે આગળ કહ્યું, “નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચૂંટણી કમિશનર સાથે મળીને તમારા મત છીનવી રહ્યા છે. પરંતુ હું, તેજસ્વી અને અન્ય નેતાઓ સાથે મળીને તેમને બિહારના મત ચોરી નહીં થવા દઈએ.” રાહુલે એવો પણ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી ચોરી થઈ છે.
