તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ 3.38 લાખ કરોડ, રજિસ્ટર્ડ દાતાઓની સંખ્યા બે લાખ
આંધ્રપ્રદેશના તિરુમલા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી)માં મંગળવારે એવી ધાર્મિક ઉત્સાહની લહેર આવી કે માત્ર 24 કલાકમાં મંદિરને 96.98 કરોડ રૂૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું. પહેલી નજરે લાગે છે કે આ તો ભક્તોની અપાર શ્રદ્ધાનું પરિણામ હશે, પણ વાત થોડી જુદી છે. આ પાછળનું મુખ્ય કારણ છે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી, જે 15 જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છે.
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી 15 જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છે. આ પોલિસી અમલમાં આવતાની સાથે જ દાતાઓને મળતી આજીવન સુવિધાઓમાં મોટા ફેરફારો થયા છે. તેથી હજારો શ્રદ્ધાળુઓએ નવી પોલિસી અમલમાં આવે તે પહેલાં જ દાન આપીને જૂના નિયમો હેઠળના આજીવન લાભો પોતાના માટે સુરક્ષિત કરી લીધા.
રિપોર્ટ અનુસાર, મંગળવારે કુલ 2460 દાતાઓએ મંદિરમાં દાન આપ્યું. જેમાં 1212 શ્રદ્ધાળુઓએ 1 લાખથી 10 લાખ રૂૂપિયા સુધીનું દાન આપ્યું, જ્યારે 1,246 લોકોએ 10 લાખથી 25 લાખ રૂૂપિયા સુધીનું યોગદાન આપ્યું. આ ઉપરાંત બે શ્રદ્ધાળુઓએ એક-એક કરોડ રૂૂપિયાથી વધુનું દાન આપ્યું. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દાનદાતાઓના આવવાથી મંદિર વહીવટી તંત્રને પણ રેકોર્ડ આવક થઈ.
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 3.38 લાખ કરોડ રૂૂપિયા છે, જે અનેક નાના દેશોની ૠઉઙ કરતાં પણ વધારે છે. વર્ષ 2025-26માં મંદિરની હૂંડી (દાન પેટી)માં જ 1,738 કરોડ રૂૂપિયાથી વધુ રકમ જમા થઈ છે. એટલે કે મંદિરને રોજ સરેરાશ 4.75 કરોડ રૂૂપિયાનું દાન મળે છે.
TTDના આંકડા પ્રમાણે, મંદિરમાં અત્યાર સુધીમાં 1,97,888 રજિસ્ટર્ડ દાતાઓ છે. તેમાંથી લગભગ 1.5 લાખ લોકોએ 1 લાખ રૂૂપિયા કે તેથી વધુનું દાન આપ્યું છે, જ્યારે આશરે 22,000 શ્રદ્ધાળુઓએ 10 લાખથી વધુનું દાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા દાતાઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા દાતાઓની સંખ્યા એટલી વધી ગઈ કે TTDએ પોલિસી બદલવાનો નિર્ણય કર્યો. TTD બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડુએ કહ્યું કે છેલ્લા ચાર મહિનામાં જ 10 લાખથી વધુ દાન આપનારા 3000 નવા દાતાઓ જોડાયા છે. આ વધારો જોઈને પારદર્શિતા અને એકરૂૂપતા લાવવા માટે નવી પોલિસી જરૂૂરી બની ગઈ હતી.
નવી પોલિસીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે દાતાઓને મળતી સુવિધાઓ આજીવન રહેશે નહીં. પહેલા જે શ્રદ્ધાળુઓ નક્કી રકમ દાન આપતા હતા, તેમને આજીવન અનેક વિશેષ સુવિધાઓ મળતી હતી. જેમાં સુપ્રભાત સેવા, વિશેષ દર્શન, રહેવાની સુવિધા, લાડુ, ભેટ રેશમી વસ્ત્રો અને સોના-ચાંદીના સિક્કા જેવા ઉપહારો સામેલ હતા.
હવે નવી વ્યવસ્થા અનુસાર, વ્યક્તિગત દાતાઓને મળતા વિશેષાધિકાર માત્ર 20 વર્ષો સુધી માન્ય હશે, જ્યારે સંસ્થાઓ અને ટ્રસ્ટો માટે આ સમયગાળો 15 વર્ષ નક્કી કરાયો છે. એટલે કે હવે કોઈપણ નવા દાતા લાઈફટાઈમ આ સુવિધાઓનો લાભ નહીં ઉઠાવી શકે. TTDએ દાનની જૂની સ્લેબ પદ્ધતિ પણ રદ કરી દીધી છે. દાતાઓને ચાર અલગ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવશે. તમામ પ્રક્રિયા હવે ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા થશે, જેથી મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થાય અને પારદર્શિતા વધે.
