બેંકોએ એક વર્ષમાં 1.7 લાખ કરોડની લોન માંડી વાળી

18317 કરોડની લોન માફી સાથે પંજાબ નેશનલ મોખરે ભારતીય બેંકોએ છેલ્લા એક વર્ષમાં લોન માફી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય બેંકોએ…

18317 કરોડની લોન માફી સાથે પંજાબ નેશનલ મોખરે

ભારતીય બેંકોએ છેલ્લા એક વર્ષમાં લોન માફી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય બેંકોએ નાણાકીય વર્ષ 2023-24 (એફવાય24)માં રૂૂ. 1.7 લાખ કરોડની લોન માફ કરી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23 (એફવાય23)માં માફ કરાયેલી રૂૂ. 2.08 લાખ કરોડ કરતાં ઓછી છે. છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.


કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024 માં બેન્કો દ્વારા દેવામાફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે. નાણાકીય વર્ષ 2019-20 (એફવાય20)માં બેન્કોએ 2.34 લાખ કરોડ રૂૂપિયાની લોન માફ કરી હતી. તો FY21માં આ આંકડો 2.03 કરોડ રૂૂપિયા રહ્યો હતો. જ્યારે એફવાય22 માં 1.75 લાખ કરોડ રૂૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.


સરકારે જણાવ્યું કે એફવાય24માં પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ 18317 કરોડ રૂૂપિયાની લોન માફ કરી છે. ત્યારબાદ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (18,264 કરોડ રૂૂપિયા) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (16,161 કરોડ રૂૂપિયા) ની લોન માફ કરી છે. ખાનગી ક્ષેત્રમાં એચડીએફસી બેન્કે 11030 કરોડ રૂૂપિયાની લોન માફ કરી છે. આઈસીઆઈસીઆઈ બેન્કે 6198 કરોડ રૂૂપિયા અને એક્સિસ બેન્કે 8346 કરોડ રૂૂપિયાની લોન માફ કરી છે.


ભારતીય રિઝર્વ બેન્કના નિયમો અને બેન્ક બોર્ડ દ્વારા મંજૂર નીતિઓ અનુસાર બેન્ક સંપૂર્ણ રીતે નિયમોને આધીન નોન-પરફોર્મિંગ એસેટ્સ વિશે જાણકારીઓ આપે છે. એટલે કે આ પ્રકારની લોન માફીનો તે અર્થ થતો નથી કે લોન લેનારની લોન માફ થઈ જાય છે.


પંકજ ચૌધરીએ આગળ કહ્યું કે આવી માફીથી લોન લેનારને ચુકવણીમાં છુટ મળતી નથી તેથી માફીથી લોન લેનારને કોઈ લાભ મળતો નથી. લોન લેનાર પેમેન્ટ માટે જવાબદાર રહે છે અને બેન્કે આ ખાતાના સંબંધમાં શરૂૂ કરેલી વસૂલીની કાર્યવાહીઓ યથાવત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *