6 માસમાં બેંકો સાથે 21267 કરોડની છેતરપિંડી, 85% કેસ ઇન્ટરનેટ-કાર્ડ થકી

બેન્ક સાથે છેતરપિંડીઓના કિસ્સાની સંખ્યા એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં વધીને 18461 થઈ છે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં બેન્ક ફ્રોડની રકમ…

બેન્ક સાથે છેતરપિંડીઓના કિસ્સાની સંખ્યા એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં વધીને 18461 થઈ છે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં બેન્ક ફ્રોડની રકમ આઠ ગણાથી વધીને રૂૂ.21367 કરોડ થઈ છે તેવું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ જણાવે છે.

આરબીઆઈએ ગુરૂૂવારે જાહેર કરેલો ટ્રેન્ડ એન્ડ પ્રોગેસ ઓફ બેન્કિંગ ઈન ઈન્ડિયા (ભારતમાં બેંકિંગ ક્ષેત્રે પ્રવાહો અને પ્રગતિ) રિપોર્ટ વર્ષ 2023-24 અને 2024-25ના પ્રથમ 6 મહિનામાં કમર્શિયલ બેન્કો, સહકારી બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટયુટન્સના કામકાજને આવરી લેવામાં આવ્યું છે. વર્ષ 2024ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમ્યાન રૂૂ.21367 કરોડ રૂૂપિયાની રકમને સામેલ કરતા 18461 ફ્રોડસ થયા હતા ે વર્ષ 2023ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન રૂૂ.2623 કરોડની રકમને સમાવતા 14480 કેસ નોંધાયા હતા.વર્ષ 2023-24ના કુલ રકમની સરખામણીમાં ઈન્ટરનેટ અને કાર્ડ દ્વારાથયેલી છેતરપિંડીનો હિસ્સો રકમની દ્રષ્ટિએ 44.7 ટકા અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ કુલ સંખ્યામાં ઈન્ટરનેટ અને કાર્ડ દ્વારા થયેલી છેતરપિંડીનો હિસ્સો રકમની દ્રષ્ટિએ 44.7 ટકા અને કેસોની સંખ્યાની દ્રષ્ટિકુલ સંખ્યામાં ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડસનો હિસ્સો 85.3 ટકા હતો.

ખાનગી ક્ષેત્રની બેન્કોના ફ્રોડ કેસની સંખ્યાનો હિસ્સો કુલ ફ્રોડ કેસની સંખ્યાનો 67.1ટકા હતો. આ જ વર્ષમાં કાર્ડ અને ઈન્ટરનેટ ફ્રોડસનો હિસ્સો રકમની દ્રષ્ટિએ સૌથી વધુ સરકારી બેન્કોમાં હતો. વર્ષ 2023-24માં રેગ્યુલેટેડ એન્ટિસી (આરઈ- બેન્ક, વીમા કંપની, વિગેરે) પર દંડની રકમ વિદેશી બેન્ક અને નાની ફાયનાન્સ બેન્કો સિવાય વધી હતી.

પેનાલ્ટીની (દંડ)ની કુલ રકમ વર્ષ 2023-24માં બમણાથી વધીને રૂૂ.86.1કરોડ થઈ હતી.
જેમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રોની બેન્કો પરનો દંડ વધુ હતું સહકારી બેન્કો પર લગાવેલા દંડ સંખ્યાની દ્રષ્ટિએ વધ્યો હતો પણ રકમની દ્રષ્ટિએ ઘટયો હતો.રેગ્યુલેટેડએન્ટિકસ સાથે જોડાયેલા હોવાનો ખોટો દાવો ડિજીટલ લેન્ડિંગ (એપ મારફત લોન) સંસ્થાઓ વર્ષ 2023-24માં સક્રિય હતી તેવું સંખ્યાબંધ અહેવાલોથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *