સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી એક બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર થઈ ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ફરાર થયેલી મહિલાને પકડવા માટે સાયલા પોલીસ અને કઈઇ સહિતની ટીમોએ શોધખોળ શરૂૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, મહિલા આરોપી વહેલી સવારે પોલીસને ચકમો આપીને નાસી છૂટી હતી. પોલીસકર્મીઓ ઊંઘમાં હોવાથી આરોપી ફરાર થઈ ગઈ, જેના કારણે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
ફરાર થયેલી મહિલાનું નામ સબીના મુનશી છે. તે છેલ્લા એક મહિનાથી પોલીસ કસ્ટડીમાં હતી. સબીના મુનશીએ સ્થાનિક ભરત રાઠોડ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.નોંધનીય છે કે, સુરેન્દ્રનગર પંથકમાં છેલ્લા બે દિવસમાં આરોપી ફરાર થવાની આ બીજી ઘટના છે. સાયલા પોલીસ સ્ટેશનમાંથી મહિલા આરોપીના નાસી છૂટવાના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને તેને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
