રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.…

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તપાસ DIG, CID (ક્રાઈમ)ને સોંપી છે અને ત્રણ મહિનામાં અહેવાલ હાઈકોર્ટ રજિસ્ટ્રીને મોકલવાનું કહ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે જવરી મલ બિશ્નોઈનું મૃત્યુ 25 માર્ચ 2023ના રોજ થયું હતું.CBIના કહેવા મુજબ તેઓ રેડ દરમિયાન ચોથા માળેથી કૂદી પડ્યા હતા. તેમની વિધવા સુમન બિશ્નોઈએ દાવો કર્યો છે કેCBI અધિકારીઓએ 19 કલાક સુધી તેમને ત્રાસ અને ત્રાસ આપ્યો હતો. તેમણે રેડિંગ ટીમ સામે હત્યાની કલમ લગાવવાની માગ કરી છે.

24 માર્ચ 2023ના રોજCBIની એન્ટી-કરપ્શન બ્રાન્ચે બિશ્નોઈની ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી. આરોપ છે કે તેઓ લાંચ લેતા પકડાયા હતા, જે બાદ Prevention of Corruption Act હેઠળ FIR નોંધાઈ હતી. બીજી ટીમે તેમના ઘરે તપાસ કરી હતી. પોસ્ટ-ટ્રેપ પ્રક્રિયા બીજા દિવસની સવાર સુધી ચાલી, અને તે દરમિયાન અધિકારીઓને મૃત્યુની જાણ થઈ હતી.

પરિવારે આત્મહત્યાનો સિદ્ધાંત સ્વીકાર્યો નથી. તેમનો કહેવું છે કે બિશ્નોઈ બારીમાંથી કૂદી શકે તેમ નહોતા. હાઈકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે ધરપકડ બાદ સમયસર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરવામાં આવ્યા, ધરપકડના સુરક્ષા નિયમોનું પાલન ન થયું, ઘરની તપાસ દરમિયાન ધમકીઓ અપાઈ અને ઈજાઓ આત્મહત્યાની વાત સાથે મેળ ખાતી નથી. અરજદારે પુત્રના મોબાઈલમાંCBIની ઘર-તપાસ દરમિયાન થયેલી ઓડિયો રેકોર્ડિંગ પર પણ ભરોસો મૂક્યો હતો.

ઈઇઈં અને રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો. જસ્ટિસ એમ. કે. ઠક્કરે ચુકાદો આપતાં કહ્યું કે અકસ્માત મૃત્યુની તપાસ અને ન્યાયિક તપાસ પૂરતી નથી. જ્યારે આરોપોમાં ગુનો દેખાતો હોય ત્યારે આ તપાસો પૂર્ણ પોલીસ તપાસનું સ્થાન લઈ શકે નહીં. કોર્ટે અગાઉની તપાસમાં ખામીઓ નોંધી અને કહ્યું કે કસ્ટડીમાં મૃત્યુ તથા બંધારણીય અધિકારોના ભંગના કેસમાં અદાલતનો અભિગમ અલગ હોવો જોઈએ.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પોલીસ કસ્ટડી, જેલ અથવા અન્ય સ્થિતિમાં કોઈ અધિકારી કે વ્યક્તિ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે, તો અદાલતે પોલીસને એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપવો જરૂૂરી છે. અગાઉ અઈઙ હેઠળ જઈંઝ એ તપાસ કરી હોવાથી હવે તપાસ ઉઈંૠ, ઈઈંઉ (ક્રાઈમ)ની દેખરેખ હેઠળ કાયદા મુજબ અને ઝડપથી થવી જોઈએ. ત્રણ મહિનામાં અહેવાલ તૈયાર કરી હાઈકોર્ટ રજિસ્ટ્રીને મોકલવાનો આદેશ છે.