Site icon Gujarat Mirror

જૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ

પતંગ મહોત્સવ દરમિયાન આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ ન થાય તે માટે જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂૂપે જીલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડયું છે ત્યારે ચાઈનીઝ દોરા કે દોરીનો ઉપયોગ ન કરવો અને કુદરતી ઘટકો અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ કોટનનો માંજો- દોરી પતંગ ઉડાડવા સમયે વાપરી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ મહત્વનું છે કે, તહેવારો દરમિયાન આર્થિક ફાયદા સારું ઉક્ત ’પ્રતિબંધિત સાધન સામગ્રી’નો વેંચાણ કે વપરાશ થવા પામતો હોઇ છે ત્યારે આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ થાય અને જીવનું જોખમ વધે છે અથવા તો મૃત્યુ થાય ત્યારે જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આ જરૂૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇગજ, 2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે તો બીજી તરફ આ જાહેરનામુ તા.16/01/2025 સુધી અમલમાં રહેશે.

Exit mobile version