નેહલ શુકલએ પૂછેલા અણિયારા સવાલોના સચોટ જવાબો મળશે કે અગડમ બગડમ?
પ્રશ્ર્ન ચર્ચામાં લેવાશે જ નહીં, ભાજપના કોર્પોરેટરો 50 પેઈઝ ભરાય એવો પ્રશ્ર્ન પુછી નાખ્યો
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતી કાલે મળનાર છે. પ્રશ્ર્નોતરી દરમિયાન આ વખતે વિપક્ષના બદલે શાસક સામે શાસક ભીડાય તેવી સંભાવના જોવાઈ રહી છે. પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર દ્વારા પુછવામાં આવ્યો છે. જેનો જવાબ આપવામાં આખો દિવસ નિકળી જાય તેવો પ્રશ્ર્ન પુછાયેલો છે. પરંતુ નેહલ શુકલ દ્વારા પુછવામાં આવેલા ખતરનાક પ્રશ્ર્નનો જવાબ બોર્ડમાં અપાય તેવી શક્યતા નહીવત જોવાઈ રહી છે પરંતુ આ પ્રશ્ર્નને લઈને રોડ-રસ્તા સહિતના મુદ્દે વિપક્ષ શાસકપક્ષને ભીડવવાનો પ્રયાસ કરશે જ્યારે પ્રશ્ર્નોતરી દરમિયાન નેહલ શુકલ બોર્ડ પુરુ થાય ત્યાં સુધી ચર્ચામાં રહે તેવું પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે.
આવતી કાલના જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટરનો છે અને આરોગ્ય કેન્દ્ર સહિતના કામનો પાંચ વર્ષનો હિસાબ માંગવામાં આવ્યો છે. જેની સાથે પ્રજાને કંઈ લેવા-દેવા નથી પરંતુ બોર્ડનો સમય બરબાદ થાય તે મુજબનો પ્રશ્ર્ન પુછાયેલ છે. છતાં નેહલ શુકલ દ્વારા પુછવામાં આવેલા ત્રણ ખતરનાક પ્રશ્ર્નો જનરલ બોર્ડમાં ચર્ચાનો વિષય બને તેવું લાગી રહ્યું છે. નેહલ શુકલે પુછેલા ત્રણેય પ્રશ્ર્નોના જવાબમાં અનેક અધિકારીઓ તેમજ અન્ય લોકોના તપેલા અભડાયજાય તેવા જવાબો લોકોને સાંભળવા તો નહીં મળે પરંતુ વિપક્ષ પણ શાસકપક્ષે પુછેલા પ્રશ્ર્નોને લઈને જનરલ બોર્ડમાં હંગામો મચાવે તેવી સંભાવના પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે છતાં આવતી કાલના બોર્ડમાં કોણ કોના ઉપર ભારે પડશે તે જોવું રહ્યું.
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરીની સાથો સાથ એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે.
જેમાં કુલ ચાર દરખાસ્ત રજૂ કરાઈ છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદ્દમા આખરી નગર રચના યોજના નં.9 રાજકોટના સોશિયલ ઇન્ફ્રા. હેતુ”ના અનામત પ્લોટ નં.એસ.આઈ.5/પૈકીની જમીન રાજકોટ રાજપથ લિ.”ને”સી.એન.જી.” બસ ડેપો બનાવવા માટે ફાળવવા અંગે, શહેરના વોર્ડ નં.03માં એઈમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલ સર્કલનું ઈશ્વરીયા મહાદેવ સર્કલ નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિ ઠ.નં.20 તા.14/02/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. શહેરના વોર્ડ નં.05માં કુવાડવા રોડ પર ડી માર્ટ વાળા ચોકનું “બેચરભા પરમાર ચોક” નામકરણ કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની જોગવાઈ હેઠળ નવી મુસદ્દારૂૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા અંગે શહેરના વોર્ડ નં.15માં ચુનારાવાડ-5 લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.5માં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા અંગે સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

