એવેન્જર્સ ડુમ્સ ડે એ રચ્યો ઇતિહાસ 380 કરોડનું એડવાન્સ ટિકિટ બુકિંગ

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેટેડ ફિલ્મ એવેન્જર્સ ડૂમ્સડે એ સિનેમાઘરોમાં રિલીઝ થવાના 100 દિવસ પહેલા જ બોક્સ ઓફિસ પર અદ્ભુત કમાલ કરીને સૌથી મોટો ઇતિહાસ…

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેટેડ ફિલ્મ એવેન્જર્સ ડૂમ્સડે એ સિનેમાઘરોમાં રિલીઝ થવાના 100 દિવસ પહેલા જ બોક્સ ઓફિસ પર અદ્ભુત કમાલ કરીને સૌથી મોટો ઇતિહાસ રચી દીધો છે. કમાણીના તમામ જુના રેકોર્ડ તૂટી રહ્યા છે, જેમાં માર્વેલ યુનિવર્સની આગામી ફિલ્મ એવેન્જર્સ ડૂમ્સડે સૌથી આગળ નીકળી ગઈ છે.

વૈશ્વિક બોક્સ ઓફિસ રિપોર્ટ્સ અનુસાર, આ સુપરહીરો ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 40 મિલિયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 380 કરોડ રૂૂપિયાનો પ્રી-સેલિંગ બિઝનેસ પૂર્ણ કરી લીધો છે. સિનેમાઘરોમાં આવતા પહેલા જ આટલી મોટી રકમ કમાવનારી આ ઇતિહાસની એકમાત્ર ફિલ્મ બની ગઈ છે. શરુઆતના કેટલાક જ કલાકોમાં 1000 જેટલા પ્રીમિયમ થિયેટર્સમાંથી ફિલ્મે 16.5 મિલિયન ડોલરની કમાણી કરી લીધી હતી, જે મિડ ઓગસ્ટ સુધીમાં વધીને 333 કરોડ અને હવે 40 મિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગઈ છે.

આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરની સુપરવિલેન ડૂમ્સડેના અંદાજમાં એન્ટ્રી થઈ રહી છે, જેના કારણે ચાહકોમાં રોમાંચ ચરમસીમા પર છે. રૂૂસો બ્રધર્સના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થ અને પેડ્રો પાસ્કલ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. આગામી 18 ડિસેમ્બર 2026 ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *