આંતરરાષ્ટ્રીય

FBIએ ઝડપેલા આસિફ મર્ચન્ટનું પાકિસ્તાની કનેકશન ખુલ્યું, ટ્રમ્પ પર હુમલામાં સંડોવણી

Published

on

ઈરાન સાથે સબંધ ધરાવનાર પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની ગત મહિને અમેરિકામાં રાજનેતાઓ અને અમેરિકી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આસિફ મર્ચન્ટે કથિત રીતે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યુ હતું. જોકે, ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં થયેલા હુમલામાં તેનો હાથ હતો કે, નહીં તેની પુષ્ટિ નથી થઈ. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, 46 વર્ષીય આસિફ મર્ચન્ટે અમેરિકામાં કોઈ રાજનેતા અથવા અધિકારીની હત્યા માટે એક હત્યારાને હાયર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તે રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાંડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માંગતો હતો. FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખતરનાક હત્યાનું ષડયંત્ર કથિત રીતે ઈરાન સાથે ગાઢ સબંધ ધરાવનાર એક પાકિસ્તાની નાગિરિકે કરી હતી અને તે જાહેર રીતે ઈરાનની વ્યૂહનીતિનો હિસ્સો છે.

કોર્ટના દસ્તાવેજો પ્રમાણે આસિફ મર્ચન્ટ એક પાકિસ્તાની નાગરિક છે. તેનો જન્મ 1978ની આસપાસ કરાચીમાં થયો હતો. FBI એ જણાવ્યું કે, આસિફ મર્ચન્ટની પત્ની અને બાળકો ઈરાનમાં છે અને પાકિસ્તાનમાં તેનું વધુ એક પરિવાર છે. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, તેના ટ્રાવેલ રેકોર્ડ પ્રમાણે આસિફ મર્ચન્ટ મોટા ભાગે ઈરાન, સીરિયા અને ઈરાક જતો હતો.

એપ્રિલ 2024માં પાકિસ્તાનથી અમેરિકા આવ્યો હતો અને તેણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે તેની હત્યાના કાવતરામાં મદદ કરી શકતો હતો. ત્યારબાદ તેણે જૂનમાં ન્યૂયોર્કમાં તે વ્યક્તિ સાથે મુલાકાત કરી જેણે બાદમાં અધિકારીઓને મર્ચન્ટની યોજના વિશે જાણ કરી. FBIએ જણાવ્યું કે, હત્યા હું અમેરિકા છોડુ ત્યારબાદ કરવામાં આવશે અને હું કોડ વર્ડની મદદથી વિદેશથી તારી સાથે વાતચીત કરીશ. ઋઇઈંના નિવેદન પ્રમાણે મર્ચન્ટનો પ્લાન ઓગસ્ટના અંતિમ સપ્તાહ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક અધિકારીની હત્યા કરવાનો હતો.

21 જૂનના રોજ મર્ચન્ટે હિટમેનને ષડયંત્રને અંજામ આપવા માટે 5,000 અમેરિકી ડોલર પણ આપ્યા હતા. આ પછી તેણે દેશ છોડવાની તૈયારી કરી અને 12 જુલાઈએ અમેરિકા જવાની યોજના બનાવી. જો કે, તે બહાર નીકળે તે પહેલા જ અધિકારીઓએ તેનો દબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version