Site icon Gujarat Mirror

અમેરિકા ગયેલા તબીબના ઘરે કળા કરી ગઠિયા રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલના તબીબ અમેરિકા ગયાને અજાણ્યા બે શખ્સો અવધ રોડ પર આવેલા તબીબના ઘરે જઇ કળા કરી રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા હતા. હોસ્પિટલના વહીવટદારે મંગાવ્યાનું જણાવી કરેલી નવતર ચોરી અંગે જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં એડમીનીસ્ટ્રેટીવ તરીકે નોકરી કરતા દિપ ભારથી ભુપતભારથી ગોસાઇ (ઉ.વ. ર8) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 31/10 ના રાત્રે તેઓ ઘરે હતા ત્યારે અવધ રોડ પર ડેકોરા હેબીટેટ ફલેટમાં રહેતા શાંતિ હોસ્પિટલના ડો. નિરલ મહેતાના ઘરે બપોરના ચાર થી છ વાગ્યાના સમયમાં બે અજાણ્યા શખ્સોએ જઇ ફરિયાદીના નામથી હોસ્પિટલનો સામાન લઇ ગયા હતા. જે અંગે જાણ થઇ હતી. તબીબના ફલેટની એક ચાવી તેમની પાસે અને બીજી ચાવી હોસ્પિટલના કર્મચારીઓ પાસે રહેતી હોય જેથી ડો. નિરલ મહેતાએ કોઇને વસ્તુ લેવા ફલેટ ખાતે મોકલેલ હશે અને ડો. નિરલ મહેતા અમેરિકા હોય જેથી કોઇ વાતચીત થઇ ન હતી.


દરમિયાન બે દિવસ પહેલા ડો. નિરલ મહેતા અમેરિકાથી પરતા આવતા તેને પૂછતા તેઓએ કોઇને ઘરે મોકલ્યા ન હોવાનુ જણાવ્યુ હતુ. જેથી કોઇ બે શખ્સો તબીબના ફલેટમાંથી 8 ઓટો કોન્સનસ્ટ્રેટર મશીન અને એક બાયપેપ મશીન મળી કુલ રૂા. 6.60 લાખના નવ મશીન તાળુ ખોલી ચોરી ગયા હતા.જો કે તબીબના ફલેટની ચાવી હોસ્પિટલના કર્મચારીઓ પાસે પણ રહેતી હોવાથી જાણભેદુ હોવાની શંકાએ યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version