Site icon Gujarat Mirror

મનપા કમિશનરના બંગલા પાસેથી નીકળેલા વૃદ્ધાના ગળામાંથી 70 હજારના ચેનની ચીલઝડપ

શહેરમાં વધુ એક ચિલઝડપનો બનાવ બન્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે કોલનચીબેન રામાસ્વામી (ધોબી)(ઉ.વ.59 ધંધો-ઘરકામ રહે- વિદ્યાનગર શેરી નં-1 હનુમાન મંદિરની સામે મહેન્દ્રભાઈ રાજપુતના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ રહે- એમ-771 પુથુર સલાઇ ગામ-મંગલુર પોસ્ટ-મંગલુર જી.કડલુર રાજ્ય-તમિલનાડુ)ની ફરિયાદ નોંધી છે.તેમણે જણાવ્યું છે કે હુ તમિલનાડુ રહુ છું અને આશરે દશક દિવસ પેહલા હું મારી ભત્રીજી સરસ્વતી કે જે રાજકોટ ખાતે વિદ્યાનગર શેરી નં-1 હનુમાન મંદિંરની સામે મહેન્દ્રભાઇ રાજપુતના મકાનમાં ભાડેથી રહે છે તેમને મળવા માટે આવેલ હતી અને હું રાજકોટ ખાતે તેમના ઘરે રોકાયેલ છું.

તા.25/11ના રોજ સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ હુ તથા મારી ભત્રીજી સરસ્વતી તથા સરસ્વતીની બહેનપણી સરનીયા એમ અમો ત્રણેય ચાલીને મનપા કમિશ્નરના બંગલા પાસે આવેલ બગીચામાં વોકિંગ કરવા માટે ચાલીને નીકળ્યા હતાં.અમે ઘરથી થોડેક આગળ આવેલ વિદ્યાનગર શેરી નં-11ના ખુણે આવેલ રજપુત સમાજની વાડી પાસે પહોંચ્યા ત્યારે અમારી સામેથી ડબલ સવારી મોટર સાયકલમાં બે શખ્સ આવેલ અને અમારી પાછળ મોટર સાયકલ ઉભું રાખી તેમા પાછળ બેઠેલ એક શખ્સે ઉતરી મારી પાછળ મારા ગળામા સોનાનો ચેઇન પેહરેલ હતો તે પાછળથી આંચકો મારી ગળામાંથી મારો ચેન ઝુંટવી લેતા મેં પાછું વળીને જોયુ તો મારો ચેન ઝોટ મારી લઇ જનાર શખ્સ આગળ એક મોટર સાયકલ સાથે એક શખ્સ ઉભો હતો તેમા પાછળ બેસી જતા બને જતા રહેલ અને તે મોટર સાયકલના નંબર મેં તથા મારી ભત્રીજી તથા ભત્રીજીની બહેનપણી સરનીયાએ જોયેલ નથી તે ત્રણેય જણા મોટર સાયકલ લઇને તુરતજ ભાગી ગયેલ અને આ મારો સોનાનો ચેન ે જેની કિંમત રૂૂપિયા આશરે 70,000ની ગણાય જે ચેન મેં આશરે દશેક વર્ષ પેહલા મારા વતન માથી ખરીદી કરેલ હતો જેનુ બીલ હાલ મારી પાસે નથી. મેં પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version