ધો.12 સાયન્સની પ્રાયોગિક પરિક્ષાની હોલટિકિટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓની આગામી સમયમાં યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટેની હોલટિકીટ કે 27 જાન્યુઆરીથી બોર્ડની…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓની આગામી સમયમાં યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટેની હોલટિકીટ કે 27 જાન્યુઆરીથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

બોર્ડની સત્તાવાર યાદી મુજબ, વિદ્યાર્થીઓ અને શાળાઓ 27 જાન્યુઆરીથી હોલટિકીટ ડાઉનલોડ કરી શકશે. આ માટે બોર્ડ દ્વારા બે અલગ-અલગ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ sciprac.gsebht.in અથવા gsebht.in પર જઈને પોતાની હોલટિકીટ મેળવી શકશે. મહત્વનું છે કે, પ્રાયોગિક પરીક્ષાની હોલટિકીટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીએ પોતાનો ઇન્ડેક્સ નંબર અથવા રજિસ્ટ્રેશન વિગતોનો ઉપયોગ કરવાનો રહેશે. શાળાઓ પણ પોતાના લોગિન આઈડી દ્વારા તમામ વિદ્યાર્થીઓની હોલટિકીટ બલ્કમાં ડાઉનલોડ કરી શકશે.
5 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાઓ 5 ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહી છે. વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા મહત્વના વિષયોની પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ અથવા બોર્ડ દ્વારા નક્કી કરાયેલા સેન્ટરો પર લેવામાં આવશે. થિયરી પરીક્ષા પહેલા લેવાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓના પરિણામ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

ડાઉનલોડ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાનહોલટિકીટ ડાઉનલોડ કર્યા પછી, દરેક વિદ્યાર્થીએ તેમાં આપેલી વિગતો જેવી કે, પોતાનું નામ, વિષયો, પરીક્ષાનું કેન્દ્ર અને પરીક્ષાનો સમય ખાસ ચકાસી લેવો જોઈએ. જો કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક પોતાની શાળાના આચાર્યનો સંપર્ક કરવો હિતાવહ છે. પરીક્ષાના દિવસે હોલટિકીટની પ્રિન્ટ આઉટ સાથે રાખવી ફરજિયાત છે, તેના વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.