કહેવાય છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’, અને અત્યારે એક પરિવારને તમારા સાથ-સહકારની ખૂબ જ જરૂૂર છે.પરિવારના મોભી સંજયભાઈ લક્ષ્મણભાઈ જેઠવા હાલ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. તેઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂૂરિયાત ઊભી થઈ છે. હાલમાં તેઓ અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, પરંતુ મધ્યમવર્ગીય પરિવાર માટે સારવારનો આ આર્થિક બોજ ઉઠાવવો કઠિન બની રહ્યો છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન અને આનુષંગિક સારવાર માટે અંદાજે 10 થી 12 લાખ રૂૂપિયા જેટલી રકમની જરૂૂર છે. સંજયભાઈના પત્ની મોનિકાબેન જેઠવાએ ભારે હૈયે સમાજ અને સેવાભાવી દાતાઓને વિનંતી કરી છે કે તમારી નાની એવી મદદ પણ તેમના પતિને નવજીવન આપી શકે છે.
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ટીપે ટીપે સરોવર ભરાય તેમ જો દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ યોગદાન આપે, તો આ યુવાનને ફરીથી બેઠો કરી શકાય છે.
જે કોઈ પણ સજ્જન કે સંસ્થા મદદ કરવા ઈચ્છતા હોય તેઓ નીચે મુજબની બેંક વિગતો અથવા સંપર્ક નંબર પર સહાય મોકલી શકે છે:નામ: જેઠવા સંજય લક્ષ્મણભાઈ,બેંક: એક્સિસ બેંક,એકાઉન્ટ નંબર: 922010053459657, IFSC Code: UTIB0000809,UPI ID: 8128007444axl, સંપર્ક નંબર: 9824549678 (સંજયભાઈ)પરિવાર દ્વારા આ સંદેશને વધુમાં વધુ શેર કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
