‘ક્રાઇમ પેટ્રોલ’ના હોસ્ટ તરીકે ફરી જોવા મળશે અનુપ સોની

કેટલાંક વર્ષો સુધી ’ક્રાઇમ પેટ્રોલ’ સાથે જોડાયેલા રહેલા અનુપ સોનીએ શોમાં પરત ફરવાની શક્યતા વિશે વાત કરી છે. હાલમાં આ શોની નવી સીઝનમાં અજય દેવગન…

કેટલાંક વર્ષો સુધી ’ક્રાઇમ પેટ્રોલ’ સાથે જોડાયેલા રહેલા અનુપ સોનીએ શોમાં પરત ફરવાની શક્યતા વિશે વાત કરી છે. હાલમાં આ શોની નવી સીઝનમાં અજય દેવગન હોસ્ટ તરીકે જોવા મળે છે. જોકે અનુપ સોનીએ સંકેત આપ્યો છે કે ભવિષ્યની કોઈ સીઝનમાં તે ફરી શોનો ભાગ બની શકે છે.

’ક્રાઇમ પેટ્રોલ’માં પોતાની સંભવિત વાપસી વિશે વાત કરતાં અનુપ સોનીએ કહ્યું હતું, ”ક્રાઇમ પેટ્રોલ’ની ઘણી સીઝન છે. મને ખાતરી છે કે એક સીઝન એવી આવશે જેમાં હું પરત ફરીશ.’ જોકે તેણે વર્તમાન સીઝનમાં તે જોવા મળશે કે નહીં એ વિશે સ્પષ્ટ કોઈ વાત કરી નહોતી.

રિપોર્ટ પ્રમાણે અજયે ’ક્રાઇમ પેટ્રોલ’ની 15 એપિસોડની સીઝન માટે કથિત રીતે 90 કરોડ રૂૂપિયાની ડીલ સાઇન કરી છે. આ સાથે અભિનેતાને પ્રતિ એપિસોડ આશરે 6 કરોડ રૂૂપિયા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *