ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને…

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને બે દિકરીઓ સાથે સોનગઢ તરફ જતા હતા ત્યારે વળાવડ ગામ નજીક ભાવનગર રાજકોટ હાઈવે પર પસાર થતી વખતે કાર નં.જીજે 07, ડીએ 9131નાં ચાલકે પોતાની કાર પુરઝડપે બેફીકરાઈ રીતે ચલાવી મોટરસાયકલને અડફેટે લેતા તેનાં પરિવારનાં સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં તેમની ચાર વર્ષની દિકરી દિપાલીનું મોત નિપજ્યું હતું જ્યારે તેને, તેમના પત્ની અને બીજી એક દિકરીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સિહોર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *