કલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશે

    ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલકી 2898 એડીને બોક્સ ઓફિસ પર ઘણી મોટી સફળતા મળી હતી. પ્રોડ્યુસર અશ્વિની દત્તની આ મહત્વાકાંક્ષી સાઇ-ફાઈ ફિલ્મમાં પ્રભાસ…

 

 

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલકી 2898 એડીને બોક્સ ઓફિસ પર ઘણી મોટી સફળતા મળી હતી. પ્રોડ્યુસર અશ્વિની દત્તની આ મહત્વાકાંક્ષી સાઇ-ફાઈ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં હતો. તાજેતરમાં જ ફિલ્મના મેકર્સ દ્વારા સિક્વલ અંગે વાત કરવામાં આવી છે.

અશ્વિની દત્તના જણાવ્યા અનુસાર સિક્વલ વિશે હાલ ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે, જેથી કમલ હસન, અમિતાભ બચ્ચન અને પ્રભાસના પાત્રોને વધુ મહત્વના બનાવી શકાય.

ફિલ્મના પહેલા ભાગમાં અમિતાભ બચ્ચને મહત્વનો રોલ ભજવ્યો હતો. જ્યારે કમલ હસન ભલે થોડાં વખત માટે પડદા પર દેખાયો પણ તેના પાત્ર વિશે દર્શકોમાં ઘણી ઉત્લુકતા છે. અશ્વિની દત્ત ઇચ્છે છે કે વખતે દર્શકોને કમલ હસનનું પાત્ર બીજા ભાગમાં વધુ મહત્વનો અને લાંબો હશે, તેનું પાત્ર આ ફિલ્મના કેન્દ્રમાં હશે. આ ફિલ્મમાં પ્રભાસ અને કમલ હસન વચ્ચેના સીન વધારે મહત્વના હશે, તેનાથી ફિલ્મ ઘણી અલગ બનશે. જ્યારે અમિતાભ બચ્ચનનો રોલ પહેલાની જેમ જ મહત્વનો રહેશે, આ ફિલ્મમાં પણ દીપિકાના પાત્રને મહત્વ આપવામાં આવશે. ફિલમના પહેલા ભાગ માટે ખુબ મોટા ખર્ચ સાથે એક કાલ્પનિક દુનિયાની રચના કરવામાં આવી હતી. હવે આગળની ફિલ્મોમાં પણ ભવિષ્યલક્ષી ટેક્નોલોજી અને સાધનો સાથે ફિલ્મ ભારતીય દર્શકો માટે વધુ અનોખો અનુભવ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *