કાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. દરમિયાન, બુધવારે, અહીંના સાંબા જિલ્લાના કેટલાક ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની…

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. દરમિયાન, બુધવારે, અહીંના સાંબા જિલ્લાના કેટલાક ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓ વિશે સુરક્ષા દળોને જાણ કરી છે. માહિતી મળતાં જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ હજુ સુધી શંકાસ્પદ વ્યક્તિઓનો કોઈ પત્તો લાગ્યો નથી. માહિતી અનુસાર, આતંકવાદીઓ સેનાનો ગણવેશ પહેરેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક ગ્રામજનોએ રાત્રે નુડ ગામની આસપાસ એક શાળા પાસે શંકાસ્પદ લોકોને જોયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. બુધવારે વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. સોમવારે સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી એક મોર્ટાર શેલ મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *