આલેલે… પિતાના અંતિમ સંસ્કાર મામલે પુત્રોની મૃતદેહના ટુકડા કરવાની જીદ

  મધ્યપ્રદેશના ટીકમગઢથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં પિતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારને લઈને પુત્રોમાં હોબાળો થયો હતો. મામલો એટલો વધી…

 

મધ્યપ્રદેશના ટીકમગઢથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં પિતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારને લઈને પુત્રોમાં હોબાળો થયો હતો.

મામલો એટલો વધી ગયો કે મોટા પુત્રએ પિતાના મૃતદેહના બે ટુકડા કરવા અને અંતિમ સંસ્કાર અલગથી કરવાની જીદ કરી. બંને પુત્રો વચ્ચેના વિવાદને કારણે લાશ લગભગ પાંચ કલાક સુધી રોડ પર પડી રહી હતી.

જતારા જિલ્લામાં રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ ધ્યાની સિંહનું અવસાન થયું હતું. વ્યક્તિના મૃત્યુ પછી, તેમના પુત્રો કિશન સિંહ ઘોષ અને દામોદર ઘોષ વચ્ચે તેમના પિતાના અંતિમ સંસ્કારને લઈને વિવાદ થયો હતો. અંતિમ યાત્રામાં હાજર રહેલા સંબંધીઓ અને ગ્રામજનોએ બંને પુત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કિશનસિંહ અડગ રહ્યા.

બંને પુત્રો વચ્ચે ઝઘડાને કારણે પિતાનો મૃતદેહ પાંચ કલાક સુધી ઘરની બહાર રોડ પર પડ્યો રહ્યો. પિતાના મૃત્યુ બાદ બંને પુત્રો વચ્ચેનો વિવાદ જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને ભાઈઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમની જીદ છોડવા તૈયાર નહોતા.

એવું કહેવાય છે કે કિશન સિંહ તેના પિતાના મૃતદેહને કાપી નાખવા અને અંતિમ સંસ્કાર અલગથી કરવા પર અડગ હતા. જેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે કડકાઈ દાખવવી પડી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ બંને ભાઈઓએ સમાધાન કરીને પિતાના અંતિમ સંસ્કાર એક સાથે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *