હાઉસફુલ-5ના સેટ ઉપર સ્ટંટ સીન કરતા ઘવાયો અક્ષય કુમાર

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં મુંબઈમાં હાઉસફુલ 5નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે સ્ટંટ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, અકસ્માતમાં અભિનેતાને…

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં મુંબઈમાં હાઉસફુલ 5નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે સ્ટંટ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, અકસ્માતમાં અભિનેતાને આંખમાં ઈજા થઈ હતી. આ સાથે હવે અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી સામે આવી છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા હવે ઠીક છે.


એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસફુલ સેટ પર શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે અક્ષયની આંખમાં કંઈક ઉડી ગયું હતું. એક નેત્ર ચિકિત્સકને તરત જ સેટ પર બોલાવવામાં આવ્યો, જેણે આંખ પર પટ્ટી બાંધી અને તેને થોડો સમય આરામ કરવા કહ્યું, જ્યારે શૂટિંગ અન્ય કલાકારો સાથે ફરી શરૂૂ થયું. જો કે, ઈજા હોવા છતાં, અક્ષય ટૂંક સમયમાં શૂટિંગમાં જોડાવા માટે મક્કમ છે કારણ કે ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને તે નથી ઈચ્છતો કે તેમાં વિલંબ થાય.


આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂૂઆતમાં યુરોપમાં શરૂૂ થયું હતું. કલાકારોએ 40 દિવસ માટે ક્રુઝ શિપ પર ફિલ્મનું શૂટિંગ કર્યું, જેમાં ન્યૂકેસલથી સ્પેન, નોર્મેન્ડી, હોનફ્લેર અને પાછા પ્લાયમાઉથ સુધીની સફરનો સમાવેશ થાય છે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત કોમેડી ફિલ્મ પહાઉસફુલ 5થ 6 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *