મંજૂરી વગર આડેધડ ફ્લાઇટોના સંચાલન બદલ એર ઇન્ડિયાને દંડ

ચાર રાજ્યોમાં આઠ વાર બિનસત્તાવાર રીતે વિમાનો ઉડાવ્યા એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર…

ચાર રાજ્યોમાં આઠ વાર બિનસત્તાવાર રીતે વિમાનો ઉડાવ્યા

એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર ચાર રાજ્યોમાં કુલ આઠ વખત ફ્લાઈટોનું સંચાલન કર્યું છે. ત્યારે ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCA એ આ મામલાને ગંભીરતાથી લીધો અને એર ઈન્ડિયાને એક કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ 24 અને 25 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આઠ વખત ફ્લાઈટ ઉડાવી હતી. આરોપ છે કે, એરલાઈન્સે ફરજીયાત એવા ‘એયરવર્થિનેસ પરમિટ (ARC)’ એટલે કે ઉડાન યોગ્યતા પ્રમાણપત્ર વગર એક એરબસ ફ્લાઈટનું આઠ વગર સંચાલન કર્યું હતું. જેના કારણે ડીજીસીએએ તેને દંડ ફટકાર્યો છે.

જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સંબંધિત એરબસ ફ્લાઈટ પાસે માન્ય એઆરસી (Airworthiness Review Certificate) જ નહોતી. મુસાફરો અને ફ્લાઈટની સુરક્ષા માટે એઆરસી ખૂબ જ ફરજીયાત વાર્ષિક પ્રમાણપત્ર છે અને આ સર્ટિફિકેટ ફ્લાઈટની ટેકનિકલ સ્થિતિ, મેઈન્ટેનન્સ રેકોર્ડ અને સુરક્ષાના માપદંડોની તપાસ બાદ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટથી જ સુનિશ્ચિ થાય છે કે, ફ્લાઈટ નિયમો અને સુરક્ષાના માપદંડો પર ખરું ઉતર્યું છે.

જો કોઈ એરલાઈન્સ કંપની માન્ય એઆરસી વગર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરે તો તેને ગંભીર ઉલ્લંઘન અને બેદરકારી માનવામાં આવે છે. ડીજીસીએએ સુરક્ષાના માપદંડો સાથે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વગર કડક કાર્યવાહી કરી છે, જે મુસાફરો અને ફ્લાઈટની સુરક્ષા માટે ખાસ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *