અગ્નિવીરોને હવે ચાર નહીં છ વર્ષનો કાર્યકાળ મળશે, CDSની મોટી જાહેરાત

  ભારતીય સૈન્ય દળોમાં સેવા આપતા અગ્નિવીરો માટે એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા…

 

ભારતીય સૈન્ય દળોમાં સેવા આપતા અગ્નિવીરો માટે એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ 75% અગ્નિવીરોની સેવા મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય દર્શાવે છે કે સૈન્ય દળો અગ્નિવીરોના યોગદાનને મહત્ત્વ આપે છે અને તેમની સેવાની જરૂૂરિયાત અનુભવે છે. ખાસ વાત એ છે કે સેવા લંબાવવી કે નહીં તેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે સંબંધિત અગ્નિવીરની પોતાની મરજી પર નિર્ભર રહેશે.

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ નવેમ્બરના મધ્યથી તબક્કાવાર રીતે તેમની પ્રથમ બેચના 75% અગ્નિવીરોને મુક્ત (રીલીઝ) કરવાની તૈયારી કરી રહ્યા હતા. 4 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ 31 ડિસેમ્બર સુધીમાં આશરે 18,300 અગ્નિવીરો સૈન્ય સેવામાંથી બહાર થવાના હતા. પ્રથમ રાઉન્ડમાં આ ત્રણેય પાંખોમાં કુલ 24,400 અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, જેમાં આર્મીમાં 19,000 એરફોર્સમાં 2850 અને નેવીમાં 2550 સૈનિકો સામેલ હતા.

જૂન 2022માં NDA સરકાર દ્વારા ભારતીય સેનાને વધુ યુવાન અને યુદ્ધ-સજ્જ રાખવાના હેતુથી ‘અગ્નિપથ યોજના’ શરૂૂ કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ સૈનિકોની 4 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે અને તેમાંથી માત્ર 25% અગ્નિવીરોને જ આગળના 15 વર્ષ માટે સેનામાં કાયમી રાખવાની જોગવાઈ હતી. જોકે, ત્રણેય સૈન્ય દળોએ અગ્નિવીરોના પ્રદર્શન અને વિવિધ ભૂમિકાઓમાં તેમની ક્ષમતા પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો છે.

અધિકારીઓએ અગાઉ પણ સંકેત આપ્યા હતા કે ભવિષ્યમાં વિશેષ કૌશલ્ય ધરાવતા અગ્નિવીરોને વધુ સમય સુધી સેનામાં રાખવા માટે યોજનામાં સુધારા-વધારા થઈ શકે છે. હાલના આંકડા મુજબ, ભારતીય આર્મીમાં આશરે 2,70,000 એરફોર્સમાં 27,000 અને નેવીમાં લગભગ 21,000 અગ્નિવીરો સેવા આપી રહ્યા છે. દાયકાઓ જૂની પરંપરાગત ભરતી પ્રક્રિયાના સ્થાને આવેલી આ યોજના ભારતીય સૈન્ય ક્ષેત્રે એક મોટો સુધારો માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *