5 મહિનામાં રૂા.1162 વધ્યા બાદ કોમર્સિયલ LPGમાં 200નો ઘટાડો!

  વ્યાપારિક ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં આજથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સતત વધતા ભાવોથી હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ અને…

 

વ્યાપારિક ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં આજથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સતત વધતા ભાવોથી હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ અને નાના વેપારીઓ પર ભારે બોજો પડ્યો હતો. આગસ્તની પહેલી તારીખથી કોલકાતામાં 19 કિલોના વ્યાપારિક સિલિન્ડરના ભાવમાં ₹209નો ઘટાડો કરીને નવો ભાવ ₹2,872.50 નક્કી કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ આશરે ₹202નો ઘટાડો થયો છે. ઘરેલું LPGના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે વિમાનમાં વપરાતા એલિએશન ટર્બાઇન ફયુલમાં 5 રૂા. પ્રતિ લિટરનો વધારો ઝીંકાતા નવો ભાવ રૂા.115 થઇ ગયો છે.

છેલ્લા પાંચ મહિનામાં વ્યાપારિક એલપીજીના ભાવમાં આશરે ₹1,162 સુધીનો વધારો થયો હતો. ખાસ કરીને મે મહિનામાં જ એક જ વારમાં લગભગ ₹1,000 જેટલો મોટો જમ્પ આવ્યો હતો, જેને કારણે હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. પશ્ચિમ એશિયાના સંકટને કારણે પુરવઠામાં તંગી આવી હતી અને તેના કારણે ભાવમાં આક્રમક વધારો કરવામાં આવ્યો હતો. જૂનના અંતમાં સરકારે વ્યાપારિક એલપીજીના પુરવઠાને પૂર્વ સ્તરે પાછો લાવ્યા બાદ હવે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઘટાડાથી નાના વેપારીઓ અને રસોડાના વ્યવસાયોને થોડી રાહત મળશે. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં થયેલા મોટા વધારાની સરખામણીએ આ ઘટાડો હજુ પણ મર્યાદિત ગણાય છે. તેમ છતાં, બજારમાં હવે ભાવ સ્થિર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *