મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવવાના કાર્યક્રમ લગભગ ફિક્સ થઈ ચુક્યો છે. આ દરમ્યાન તેઓ પૂજા અર્ચના કરવાની સાથે સાથે કોંગ્રેસ સેવા દલના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે.
કોંગ્રેસે આ આયોજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. મહાકુંભમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા સેક્ટર 15, તુલસી માર્ગ પર એક મોટી શિબિર લગાવી છે. રાહુલ અને પ્રિયંકા આ શિબિરમાં સેવા દળના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને મહાકુંભમાં થઈ રહેલા સામાજિક અને ધાર્મિક કાર્યોની જાણકારી લેશે.
કોંગ્રેસ નેતાઓ અનુસાર રાહુલ અને પ્રિયંકા સાથે લગભગ 1000 કોંગ્રેસ સંગમમાં સ્નાન કરશે. પ્રિયંકા ગાંધી આ અગાઉ પણ ઘણી વાર સંગમમાં સ્નાન કરી ચુકી છે. તેઓ 11 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને સંગમમાં સ્નાન કર્યા બાદ પૂજા પાઠ કર્યા હતા. તેમણે બોટ યાત્રા દરમ્યાન પ્રયાગરાજથી વારાણસી સુધીની યાત્રા પણ કરી હતી. આ ઉપરાંત 2019માં અર્ધકુંભમાં પણ તેમને સંગમમાં ડુબકી લગાવી હતી.
રાહુલ-પ્રિયંકા ગાંધીના સંગમસ્નાનની અટકળો એવા સમયે થઇ રહી છે જયારે રેલી દરમિયાન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે શું ગંગામાં પવિત્ર સ્નાન કરીને દેશમાંથી ગરીબી દૂર થઈ શકે છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે દાવો કર્યો હતો કે તેમણે ભાજપના નેતાઓની ટીકા કરવા માટે આવા નિવેદનો આપ્યા હતા.
તેમના નિવેદનની વચ્ચે, ઈંગઉઈંઅ એલાયન્સ પાર્ટનર અખિલેશ યાદવ અને તેમની પત્ની સૌ પ્રથમ કુંભમાં સ્નાન કરવા ગયા હતા. તાજેતરમાં, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ, તેમના પુત્ર, રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ સહિત ઘણા કોંગ્રેસીઓ સ્નાન કરવા માટે પ્રયાગરાજ ગયા છે.
દિગ્વિજય સિંહ અને તેમના પુત્ર, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને સચિન પાયલટે કુંભની મુલાકાત લીધી હતી અને સ્નાન કર્યું હતું. આ તમામ નેતાઓ સમજે છે કે પહિન્દુ આસ્થાથ એક એવો વિષય છે જેને હળવાશથી ન લઈ શકાય. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક વખતે જે ભૂલ થઈ હતી તેનું પુનરાવર્તન થઈ શકે નહીં. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તેને સરકારી ઘટના ગણાવીને છોડી દીધી હતી. જો કે પાર્ટીએ બાદમાં મંદિરની મુલાકાત લેવાનો દાવો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી અયોધ્યામાં કોઈ અગ્રણી નેતા જોવા મળ્યા નથી.