ધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પાર

  ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક…

 

ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. જ્યારે પેઈડ પ્રીવ્યૂ શોઝ 18 માર્ચની સાંજે યોજાશે. આ સિક્વલ હવે કોઈપણ ભારતીય ફિલ્મ માટેનો સૌથી મોટું પ્રીમિયર બની ગયું છે, કારણ કે માત્ર પ્રીવ્યૂ શોમાંથી જ દેશમાં 32.44 કરોડની કમાણી થઈ છે.

આ પહેલાંનો રેકોર્ડ પવન કલ્યાણની ફિલ્મ ઓજી પાસે હતો, જેણે ગયા વર્ષે પ્રીમિયરમાં લગભગ 25 કરોડ કમાણી કરી હતી. અંદાજ છે કે ધુરંધર 2 બુધવાર સુધીમાં 40 કરોડ પાર કરી શકે છે. સાથે જ આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં જ 500 કરોડની કમાણી કરી લે એવી શક્યતા હાલ દેખાય છે. ભારતમાં ધુરંધર 2નું એડવાન્સ બૂકિંગ પહેલેથી જ 60 કરોડથી વધુ પહોંચી ગયું છે.

વિદેશમાં પણ ફિલ્મનો જોરદાર પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ નોર્થ અમેરિકામાં પ્રી-સેલ્સમાં 5 મિલિયન ડોલર પાર કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. તેણે પઠાણ, આરઆરઆર અને બાહુબલી 2 જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમણે તે વિસ્તારમાં 4 મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી.
વિશ્વભરમાં અત્યાર સુધીમાં ધુરંધર 2ની એડવાન્સ બુકિંગ 6 મિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે. એટલે કે ફિલ્મનું કુલ વૈશ્વિક એડવાન્સ બૂકિંગ લગભગ 120 કરોડ સુધી પહોંચી ગયું છે. હજુ રિલીઝમાં બે દિવસ બાકી હોવાથી આ આંકડો સરળતાથી 150 કરોડ અથવા કદાચ 200 કરોડ સુધી પણ પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *