ભારતમાં પુષ્પા-2 ધ રૂલનું એડવાન્સ બુકિંગ શનિવારથી

વિદેશમાં એડવાન્સ બુકિંગ કલેકશન 12 કરોડને પાર અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સિનેમાઘરોમાં રિલીઝ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. રિલીઝ પહેલા જ…

વિદેશમાં એડવાન્સ બુકિંગ કલેકશન 12 કરોડને પાર

અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સિનેમાઘરોમાં રિલીઝ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર છે. આ ફિલ્મ વિશ્વભરમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે. વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂૂ થઈ ગયું છે. અમેરિકામાં રિલીઝ પહેલા જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ ભારતમાં શરૂૂ થવાનું છે. નિર્માતાઓએ એડવાન્સ બુકિંગની તારીખ જાહેર કરી છે.

એડવાન્સ બુકિંગ 30મી નવેમ્બરથી શરૂૂ થાય છે, જેમ જેમ પુષ્પા 2: ધ રૂલની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મને લઈને ઉત્તેજના પણ વધી રહી છે. પુષ્પા 2: ધ રૂૂલ માટે પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉત્સાહને ધ્યાનમાં રાખીને, એડવાન્સ બુકિંગ કાઉન્ટર ખોલવાને તેના ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવાની શરૂૂઆતના સંકેત તરીકે ગણવામાં આવે છે. અમેરિકામાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન લગભગ 12 કરોડ રૂૂપિયાને પાર કરી ગયું છે, જે એક રેકોર્ડ છે.


પુષ્પા 2: ધ રૂૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. તેણે ફિલ્મ પુષ્પા 2: ધ રાઇઝના પહેલા ભાગનું નિર્માણ પણ કર્યું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફરીથી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ફહાદ ફૈસીલ વિલનની ભૂમિકામાં છે. ફિલ્મમાં શ્રીલીલાનું એક આઈટમ સોંગ પણ છે. આ ફિલ્મ હવે 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *