અભિનેત્રી સંચિતાનો આપઘાત, ઝાકમઝોળ પાછળની વાસ્તવિકતા

ટીવી સિરિયલ ’કુમકુમ ભાગ્ય’થી જાણીતી બનેલી અભિનેત્રી સંચિતા ઉગલેના મોતે ફરી એક વાર મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચના દૂષણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સંચિતાના મોત…

ટીવી સિરિયલ ’કુમકુમ ભાગ્ય’થી જાણીતી બનેલી અભિનેત્રી સંચિતા ઉગલેના મોતે ફરી એક વાર મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચના દૂષણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સંચિતાના મોત માટે કેટલાક કાસ્ટિંગ એજન્ટ્સ જવાબદાર હોવાનો આક્ષેપ ખુદ સંચિતાના ભાઈએ કર્યો છે અને આંચલ ખુરાનાએ આ વાતને ટેકો આપ્યો છે. સંચિતાના મોતે બહારથી ઝાકમઝોળભર્યા લાગતા મનોરંજન જગતની કડવી વાસ્તવિકતાને પણ ખુલ્લી કરી દીધી છે. મનોરંજન જગત સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝની કમાણી અને સ્ટારડમની બીજાં લોકોને ઈર્ષા થાય છે પણ ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે.

સેલિબ્રિટિઝની જિંદગી પણ સામાન્ય લોકોની જેમ અત્યંત સંઘર્ષપૂર્ણ અને તણાવપૂર્ણ હોય છે અને તેમની લાગણીઓ પણ સામાન્ય લોકો જેવી જ હોય છે તેનો અહેસાસ ફરી એક વાર સંચિતાના મોતે કરાવ્યો છે. સંચિતા માત્ર 30 વર્ષની હતી અને કેટલીક સફળ સિરિયલોમાં કામ કરેલું. સંચિતાએ વિકી કૌશલની બ્લોકબસ્ટર મૂવી છાવામાં પણ તારાબાઈનો રોલ કર્યો હતો. તેના કારણે સંચિતાને સૌ બહુ સફળ અભિનેત્રી માને છે પણ વાસ્તવમાં સંચિતા બહુ સફળ નહોતી. સંચિતાની ઓળખ બની ગયેલી ’કુમકુમ ભાગ્ય’ સિરિયલ છેક 2014માં આવેલી. તેના 12 વર્ષ પછી પણ સંચિતા સંઘર્ષ કરતી અભિનેત્રી જ હતી કેમ કે તેણે ફિલ્મોમાં કામ મેળવવા માટે આંટાફેરા કરવા જ પડતા હતા. આટલાં વરસોમાં તેની માંડ ચાર-પાંચ જાણીતી સિરિયલો આવી ને તેમાં પણ સંચિતા મુખ્ય ભૂમિકામાં તો હતી જ નહીં. આકાશે કહ્યું તેમ સંચિતાને કાસ્ટિંગ કાઉચ એજન્ટ્સ પરેશાન કરતા હશે અને રોલના બદલામાં ગંદાં કામ કરવા કહેતા હશે પણ સંચિતા તેના માટે તૈયાર નહીં હોય તેથી બહુ કામ નહીં મળતું હોય.

કામ ના મળતું હોય તેના તણાવને સંચિતા સહન કરી લેતી હશે કેમ કે મોટા ભાગનાં લોકો તેને પાર્ટ ઓપ જોબ ગણે છે પણ કોઈ તમારા ટેલેન્ટની કદર ના કરે ને તમને માત્ર સેક્સ ઓબ્જેક્ટ જ ગણે એ વાત દિલ પર વાગતી હોય છે. સંચિતાના ભાઈએ સંચિતાના આપઘાતને સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે સરખાવીને આક્રોશ ઠાલવ્યો છે પણ તેમાં કશું નક્કર નથી. સુશાંતે 12 જૂન 2020ના રોજ ? આપઘાત કરેલો ને સંચિતાએ છ વર્ષ પછી 14 જૂન, 2026ના રોજ આપઘાત કરી લીધો. બંનેના મૃત્યુની તારીખ યોગાનુયોગ છે કે પછી સંચિતાએ જાણી જોઈને આ દિવસ પસંદ કર્યો એ ખબર નથી. સંચિતાનું મોત આઘાતજનક છે ને એક બોધપાઠ પણ છે. સંચિતાની જેમ મનોરંજન જગતમાં નામ કમાવવા માગનારાએ બોધપાઠ લેવો જોઈએ કે, સંઘર્ષથી થાકી જતા ” હો તો અહીં તમારું કામ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *