રવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધને બંધાશે અભિનેતા આમિર ખાન

થોડા સમય પહેલા જ એ વાત સામે આવી હતી કે જુલાઈ મહિનામાં આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.…

થોડા સમય પહેલા જ એ વાત સામે આવી હતી કે જુલાઈ મહિનામાં આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે અત્યાર સુધી આ મામલે ગૌરી સ્પ્રેટ કે આમિર ખાન તરફથી કોઈ ક્ધફર્મેશન આવ્યું ન હતું. પરંતુ લગ્નના બે દિવસ પહેલા આમિર ખાને એ વાત ક્ધફર્મ કરી દીધી છે કે 5 જુલાઈએ પ્રાઇવેટ ફંકશનમાં તે ગૌરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

તાજેતરમાં જ મુંબઈની એક ઇવેન્ટમાં આમિર ખાને પહેલી વખત લગ્ન અંગે વાત કરી હતી. આમિર ખાને લગ્નના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે તે મુંબઈના પોતાના ઘરમાં જ એક પ્રાઇવેટ ઇવેન્ટમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવાનો છે. લગ્ન પાંચ જુલાઈએ થવાના છે તે વાત પણ ક્ધફર્મ છે. પરિવારના લોકો અને નજીકના મિત્રોની હાજરીમાં એક પ્રાઇવેટ ફંકશન રાખવામાં આવશે અને તેમાં ગૌરી સ્પ્રેટ સાથે તે સાદાયથી લગ્ન કરવા જઈ રહ્યો છે. સાથે જ તેને કહ્યું કે બધા જ લોકોના આશીર્વાદ જોઈએ છે અને લોકો પ્રાર્થના કરે કે તેમનું લગ્નજીવન સુખમય રહે.

આમિર ખાનના લગ્ન એટલા માટે પણ ચર્ચામાં છે કે આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર ખાનના પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા. રીના દત્તા સાથે 2002માં આમિર ખાનના ડિવોર્સ થયા ત્યાર પછી આમિર ખાને 2005માં ફિલ્મ મેકર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. આમિર ખાન અને કિરણ રાવ 2021 માં અલગ થયા. ત્યાર પછી આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે જોવા મળતો. આમિર ખાને પોતાના 60માં જન્મદિવસ પર ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધનો ખુલાસો કર્યો. અને હવે 5 જુલાઈ 2026 ના રોજ ગૌરી સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *