ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 1 લાખ રૂૂપિયાની ખરીદી પરનો કર લગભગ રૂૂ. 25,000 હતો, જે હવે ઘટાડી રૂૂ. 5000-6000 કરવામાં આવ્યો છે.
આજે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી ઘટાડો અને તેનાથી થતી બચત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં ઘટાડાનો સંકેત આપતા કહ્યું, આજે દેશ જીએસટી બચત મહોત્સવ ઉજવી રહ્યું છે.
હું તમને કહેવા માંગુ છું કે આપણે અહીં અટકવાના નથી. 2017માં અમે જીએસટી રજૂ કર્યું અને આર્થિક મજબૂતી સાથે કામગીરી કરી. અમે 2025માં તેને ફરીથી સ્થાપિત કરીશું અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવીશું. જેમ જેમ અર્થતંત્ર મજબૂત થશે તેમ તેમ કરનો બોજ ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી, જીએસટી સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, 2014 પહેલાં ઘણા બધા ટેક્સ લાગુ હતા. તે દેશની ટેક્સ પ્રણાલીને મૂંઝવણભરી બનાવતા હતા. જેના કારણે વ્યવસાયિક ખર્ચ અને કૌટુંબિક બજેટ ક્યારેય સંતુલિત થઈ શક્યા નહીં. રૂૂ. 1,000ની કિંમતના શર્ટ પર રૂૂ. 117 ટેક્સ લાગતો હતો. 2017માં જીએસટી લાગુ થયા બાદ આ ટેક્સ રૂૂ. 170થી ઘટી રૂૂ. 50 થયો છે. જે હવે 22 સપ્ટેમ્બર પછી, તે જ શર્ટ પર ફક્ત રૂૂ. 35 જીએસટી લાગુ થશે. 2014માં જો કોઈ ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ વગેરે પર રૂૂ. 100 ખર્ચ કરે છે, તો તેના પર 31 રૂૂપિયા ટેક્સ ચૂકવતો હતો. 2017માં ટેક્સ ઘટી રૂૂ. 18 થયો હતો. હવે તે જ વસ્તુની કિંમત રૂૂ. 131થી ઘટી રૂૂ. 105 થઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં ટ્રેક્ટર ખરીદવા પર રૂૂ. 70,000થી વધુ ટેક્સ લાગતો હતો. હવે તે જ ટ્રેક્ટર પર ફક્ત રૂૂ. 30,000 ટેક્સ લાગુ થાય છે. ખેડૂતો ટ્રેક્ટર પર રૂૂ. 40,000 બચાવી રહ્યા છે. થ્રી-વ્હીલર વાહનો પર પહેલા રૂૂ. 55,000નો ટેક્સ લાગતો હતો, પરંતુ હવે તે જ ટ્રેક્ટર પર જીએસટી ઘટી રૂૂ. 35,000 થયો છે. જેનાથી સીધી રૂૂ. 20,000ની બચત થાય છે. જીએસટી ઓછા થવાને કારણે, સ્કૂટર રૂૂ. 8,000 અને મોટર સાયકલ રૂૂ. 9,000 સસ્તી થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ તમામને લાભ થયો છે.
