અબ્બાસ-મસ્તાન લાવશે નવા જમાનાના ‘3 મંકી’

બોલિવૂડમાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો માટે જાણીતી ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાન ફરી એકવાર દર્શકોને રોમાંચિત કરવા તૈયાર છે. આ વખતે તેઓ ‘3 Monkeys’ નામની નવી થ્રિલર…

બોલિવૂડમાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો માટે જાણીતી ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાન ફરી એકવાર દર્શકોને રોમાંચિત કરવા તૈયાર છે. આ વખતે તેઓ ‘3 Monkeys’ નામની નવી થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે.
ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં અમર, અકબર અને એન્થનીનાં પાત્રોને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મનું પહેલું પોસ્ટર અને મોશન પોસ્ટર સામે આવ્યા બાદ સિનેમાપ્રેમીઓમાં તેની ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.

આ ફિલ્મમાં વિશાલ જેઠવા, મુસ્તફા બર્માવાલા અને તેનજિન ડલ્હા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અભિનેતા અર્જુન રામપાલ પણ મહત્વપૂર્ણ પાત્રમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા અંગે નિર્માતાઓએ હજી વધારે વિગતો જાહેર કરી નથી, પરંતુ પોસ્ટરમાં જોવા મળતા રહસ્યમય અંદાજે દર્શકોની ઉત્સુકતા વધારી છે.
ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું તેનો વિચાર છે. ’ત્રણ સમજદાર વાંદરાઓ’ની જાણીતી ફિલોસોફી ’ખરાબ ન જુઓ, ખરાબ ન સાંભળો અને ખરાબ ન બોલો’ને ફિલ્મમાં આજના સમય પ્રમાણે નવા સ્વરૂૂપમાં રજૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *