અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન બહાર, શ્રધ્ધા યથાવત

રાહુલ મોદી બનાવી રહ્યા છે ફિલ્મ ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે…

રાહુલ મોદી બનાવી રહ્યા છે ફિલ્મ

ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના ર્નિદેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે.

શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી. પણ હવે આમિરખાન આ ફિલ્મમાંથી હટી ગયો હોવાના અહેવાલો છે.હવે આ ફિલ્મમાં અશનીરની ભૂમિકા ભજવવા માટે નવા નાની વયના હીરોની શોધ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *