જનતાનો ટેક્સ જનતામાં વાપરવા, ભ્રષ્ટ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવા સહિત અનેક મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે
મોરબી મહાનગરપાલિકાની 2026 ની પ્રથમ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી જોરશોરથી મેદાનમાં ઉતરી છે. મોરબીના 13 વોર્ડના 52 ઉમેદવારો આપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાની આગેવાનીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે તમામ ઉમેદવારોએ શપથ પણ લીધા હતા.
આપ નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાને ભાજપ સામે એક મજબૂત વિકલ્પની જરૂૂર છે અને મતદારોને વિશ્વાસ અપાવવા માટે અઅઙ ના તમામ 52 ઉમેદવારોએ સોગંદનામું કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે જનતાના સેવક છીએ. ચૂંટાયા પછી કોઈ પણ ઉમેદવાર 5 વર્ષ સુધી પક્ષપલટો નહિ કરે. જો કોઈ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચાર કરતો પકડાશે તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જનતાના ટેક્સના પૈસા જનતાના વિકાસ માટે જ વપરાશે. જો કોઈ ઉમેદવાર પોતાના વચનો પૂરા નહિ કરી શકે અને પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે, તો તે સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે.”
આમ આદમી પાર્ટી મોરબી મહાનગરપાલિકા ચૂંટણી મેનિફેસ્ટો – 2026
સ્વચ્છ અને સ્વસ્થ શહેર માટે દરેક વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની સુવિધા. આધુનિક વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપના. ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી અને દંડ ની જોગવાઈ
પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા માટે પીવાના શુદ્ધ પાણી માટે અદ્યતન ફિલ્ટર પ્લાન્ટ પાણીની ગુણવત્તા માટે નિયમિત ચકાસણી. (વોર્ડ વાઇસ અલગ અલગ ચકાસણી સેન્ટર) કરવાનો ભરોષો વ્યકત કર્યો.
રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે શહેરમાં ખાડા મુક્ત રસ્તા તથા મુખ્ય માર્ગો સિમેન્ટ રોડ બનાવવાનો નિશ્ચય, દરેક વિસ્તારમાં સુવિધાજનક ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ, રોડ અને કામોમાં પારદર્શક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. શહેરમાં અલગ અલગ વોકર્સ ઝોન (સારી શાકમાર્કેટો + પાર્કિંગ સુવિધાઓ) આરોગ્ય સુવિધાઓ માટે દરેક વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક શરૂૂ કરાશે. નાગરિકોને મફત પ્રાથમિક દવાઓ અને ટેસ્ટ.
પારદર્શક શાસન માટે મહાનગરપાલિકાના ખર્ચ માટે ઓનલાઈન પારદર્શિતા સિસ્ટમ, વોર્ડ વાઈસ મુશ્કેલી નિવારણ સેન્ટર, નાગરિક ફરિયાદ માટે મોબાઈલ એપ અને હેલ્પલાઈન.
ગ્રીન સિટી માટે શહેરમાં વૃક્ષારોપણ અભિયાન, નવા ગાર્ડન અને જાહેર ખુલ્લા સ્થળો વિકાસ, સરકારી ઈમારતોમાં સોલાર ઊર્જા પ્રોત્સાહન.