ગુજરાત

નવાગામ નદીમાં નહાવા પડેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત

Published

on

શહેરમાં કુવાડવા રોડ ઉપર આવેલા રૂૂડા ટ્રાન્સપોર્ટનગર સામે ઝુપડપટ્ટીમાં રહેતો યુવક માતા અને મોટાભાઈ સાથે નવાગામ ખાતે નદીમાં કપડાં ધોવા ગયો હતો ત્યારે યુવાન નદીમાં ન્હાવા પડતા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


કુવાડવા રોડ ઉપર રૂૂડા ટ્રાન્સપોર્ટનગર સામે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા રામાભાઇ જગદીશભાઈ જીલીયા નામનો 20 વર્ષનો યુવાન બપોરના અરસામાં નવાગામ ખાતે આવેલી નદીમાં ન્હાવા પડ્યો હતો. નદીમાં નાહવા પડેલો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રામ જીલીયા ચાર ભાઈ બે બહેનમાં નાનો છે. અને ભંગારની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. રામ જીલીયા પોતાની માતા લાભુબેન અને મોટાભાઈ ગોપાલ સાથે નવાગામ ખાતે નદીમાં કપડાં ધોવા માટે ગયો હતો ત્યારે નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version