rajkot

રાજકોટની ભાગોળેથી 40 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

Published

on

થર્ટી ફર્સ્ટ નજીક છે, ત્યારે દારૂૂબંધી છતાં ગુજરાતમાં વિદેશી દારૂૂની ખૂબ માંગ વધતી હોય છે. જેને લઈ ખેપિયાઓ પણ સૌરાષ્ટ્રમાં દારૂૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે.થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને દર વખતે બૂટલેગરો અંગ્રેજી દારૂૂની રેલમછેલ કરવા સક્રિય બની જાય છે.આ દરમિયાન થર્ટી ફર્સ્ટ પહેલા દારૂૂનો અમુક જથ્થો પકડાય છે જ્યારે તેના કરતાં અનેક ગણો વધુ જુથ્થો બૂટલેગરો સુધી પહોંચી વેચાઈ અને પીવાય પણ જાય છે.ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે બામણબોર નજીકથી અંદાજે રૂૂા 40 લાખને વિદેશી દારૂૂ ભરેલું ટેન્કર પકડી પાડી તેના ચાલકની ધરપકડ કરી હતી.
આ અંગે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.પટેલ, કુલદીપસિંહ જાડેજા,રણજિતસિંહ પઢારીયા,વિજયરાજસિંહ જાડેજા,મયુરભાઈ મિયાત્રા અને વિજયભાઈ મેતા સહિતના સ્ટાફે બાતમીને આધારે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલાં ગુજરાત પાસિંગના અને કોલસાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ટેન્કરને અટકાવી તલાશી લેતાં તેનાં જુદા-જુદા ચોરખાનામાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 8856 બોટલ મળી કુલ દારૂૂની કિંમત રૂૂા. 40.69 લાખ ગણી હતી.
જયારે ટેન્કર ઉપરાંત 10 હજાર રોકડા અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂૂા.50.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કર ચાલક રાજસ્થાનના સાચોર જિલ્લાના મંગળારામ ધનારામ ગોદારા (ઉ.વ.45)ની ધરપકડ કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં તેણે રાજસ્થાન-હરિયાણા બોર્ડર પરથી આ દારૂૂનો જથ્થો લઈ આવી રહ્યાનું કહ્યું છે. એટલું જ નહીં સપ્લાયરે જામનગર પહોંચવાનું કહ્યાનું પણ તેણે કહ્યું છે.
મોટાભાગે ટેન્કરના ચાલકોને સપ્લાયરો દારૂૂ મંગાવનાર બૂટલેગરોના નામ કે મોબાઈલ નંબર આપતા નથી.તે જ રીતે મંગળારામને પણ સપ્લાયરે દારૂૂ મંગાવનાર બૂટલેગરનું નામ કે મોબાઈલ નંબર આપ્યા નથી. આ સ્થિતિમાં જામનગર તરફના કોઈ બૂટલેગરે આ દારૂૂનો જથ્થો મંગાવ્યાની શક્યતાથી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે,31તિં આવતાની સાથે જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂૂ ઘૂસવવા માટે બુટલેગર દ્વારા અલગ અલગ કિમિયાઓ અપનાવવામાં આવે છે.ત્યારે પોલીસ દ્વારા પણ મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોર્ડર ઉપર બાજ નજર રાખી ગુજરાતમાં લવાતો દારૂૂ ઝડપી પાડી દારૂૂબંધીના કાયદાનો કડક અમલીકરણ કરાવી રહી છે.થોડા દિવસ પહેલા જ પોલીસે પુષ્પા સ્ટાઇલથી રાજકોટ આવતો 25 લાખનો ટ્રક અને 40 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version