26 કરોડનું ઇનામ, 100 ખેલાડી ! અનિલ કપૂરના નવા શો ‘India Ke Top 1%’નો પ્રોમો રિલીઝ

  25 વર્ષ પહેલાં અનિલ કપૂરે ફિલ્મ નાયકમાં શિવાજી રાવ બનીને દર્શકોના દિલ જીત્યા હતા. હવે જ્યારે આ કલ્ટ ફિલ્મ પોતાની 25મી વર્ષગાંઠ ઉજવી રહી…

 

25 વર્ષ પહેલાં અનિલ કપૂરે ફિલ્મ નાયકમાં શિવાજી રાવ બનીને દર્શકોના દિલ જીત્યા હતા. હવે જ્યારે આ કલ્ટ ફિલ્મ પોતાની 25મી વર્ષગાંઠ ઉજવી રહી છે, ત્યારે અનિલ કપૂર ફરી એકવાર સાબિત કરી રહ્યા છે કે, તેમનો જાદુ આજે પણ અકબંધ છે. પડદા પર એક દિવસના મુખ્યમંત્રી તરીકે રાજ કર્યા પછી હવે તેઓ દેશના સૌથી મોટા ગેમ શો India Ke Top 1% – The Anil Kapoor Showની કમાન સંભાળવા માટે તૈયાર છે.

સ્ટાર પ્લસ તરફથી ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનિલ કપૂરના અપકમિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયા કે ટોપ 1 પરસેન્ટનો લેટેસ્ટ પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. શોની પહેલી ઝલકમાં 100 ખેલાડીઓ અને આખા સીઝનમાં 26 કરોડ રૂૂપિયાની પુરસ્કાર રકમ સાથે એક ભવ્ય મુકાબલાની ઝલક જોવા મળી રહી છે. શોનો રસપ્રદ મંત્ર છે, જે ક્ધટેસ્ટન્ટને વાત ખટકી, તેની જીત પાક્કી!

અનિલ કપૂર ત્યારે પણ સુપરસ્ટાર હતા અને આજે પણ છે. હવે તેઓ પોતાની જબરદસ્ત ઊર્જા અને ખાસ ઝકાસ અંદાજ સાથે ટેલિવિઝન પર ધમાલ મચાવવા આવી રહ્યા છે. શોનો પ્રોમો વીડિયો સામે આવ્યા પછી ફેન્સનો ઉત્સાહ ખૂબ વધી ગયો છે અને તેઓ આ શો શરૂૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનિલ કપૂરના લેટેસ્ટ રિયાલિટી શો ઈIndia Ke Top 1%ના પ્રીમિયર અંગે વાત કરીએ તો, 19 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ટીવી ચેનલ સ્ટાર પ્લસ પર આ શોનું ગ્રાન્ડ પ્રીમિયર કરવામાં આવશે. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર પર પણ તમને અનિલ કપૂરનો આ શો જોવા મળશે. આ પહેલા અનિલ કપૂર હોસ્ટ તરીકે બિગ બોસ ઓટીટી સીઝન 3 હોસ્ટ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *