ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક ફેન લખનૌથી મુંબઈ સુધી 1000 કિમી પગપાળા ચાલીને તેને મળ્યો. હાર્દિકે ભાવુક થયેલા આ ફેન સાથે વાતચીત કરી અને તેને પરત ફરવા ટ્રેનની ટિકિટ બુક કરાવી આપી. ફેને ઘર ન હોવાનું જણાવતા હાર્દિકે તેને ઘર અપાવવામાં મદદ કરવાનું વચન આપ્યું. હાર્દિકના આ ઉદાર સ્વભાવની પ્રશંસા થઈ રહી છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે હાર્દિક પંડ્યાની જગ્યા કોઈ ન લઈ શકે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના જીવનમાં ભારે ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરીને ભારતીય ટીમમાં મોટું સ્થાન મેળવ્યું છે. ભલે તે હાલમાં ફિટનેસના કારણે ટીમથી બહાર હોય, પરંતુ ચાહકો વચ્ચે તેનો ક્રેઝ અને દબદબો સતત વધી રહ્યો છે. તેની આ જ લોકપ્રિયતાનું એક અદ્ભુત ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે, જ્યાં તેનો એક ડાયહાર્ડ ફેન તેને મળવા માટે છેક લખનૌથી મુંબઈ સુધી 1000 કિલોમીટર પગપાળા ચાલીને પહોંચ્યો હતો. ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
હાર્દિકે તેની સાથે વાતચીત કરી અને તેને પાછા જવા માટે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી આપી. આ વાઇરલ થઈ રહેલા વીડિયોમાં હાર્દિકે ફેનને પૂછ્યું કે, તમારે બીજું શું જોઈએ છે? ત્યારે તે શખ્સે જવાબ આપ્યો કે, મારી પાસે રહેવા માટે ઘર નથી અને હું રસ્તા પર રહું છું. આ સાંભળીને હાર્દિકે ખૂબ જ સારો પ્રતિસાદ આપતા કહ્યું કે, ઠીક છે, હું તને ઘર અપાવવામાં મદદ કરીશ. હાર્દિકના આ ઉદાર સ્વભાવ અને માનવતાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
