ક્રાઇમ

દારૂ-બિયર ભરેલી કારના ચાલકનો બે પોલીસમેન ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ

Published

on

ગુજરાત દારૂૂબંધી ફક્ત નામની છે એતો હવે કોઇ નવી વાત નથી. અવારનવાર દારૂૂ ઝડપવાના સમાચાર મળી આવતા હોય છે. પોલીસ દારૂૂની હેરાફેરી કરતા બૂટલેગરની તપાસમાં રહેતા હોય છે. તે વચ્ચે ગોંડલમાં દારૂ-બિયર ભરેલી કારે રાજકોટ રૂૂરલ એલસીબી બ્રાન્ચના બે કોન્સ્ટેબલને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે.


ગોંડલ શહેરમાં જેતપુર રોડ સાંઢિયા પુલ પર બાતમીના આધારે રાજકોટ રૂૂરલ એલસીબી બ્રાન્ચની ટિમ તપાસ માટે રોડ પર ઉભી હતી. તે દરમિયાન ઇનોવા કારચાલકે જસદણ તરફથી જેતપુર તરફ જતો હતો. આ દારૂ ભરેલા નંબરની ઇનોવા કારચાલકે એલસીબી બ્રાન્ચની ટિમના બે કોન્સ્ટેબલ વાઘાભાઈ આલ અને દિગ્વિજયસિંહ રાઠોડને અડફેટે લેતા ઇજા થવા પામી હતી. રૂરલ એલસીબી બ્રાન્ચની ખાનગી કારને નુકસાન થવા પામ્યું હતું. રૂરલ એલસીબી બ્રાન્ચના કોન્સ્ટેબલને ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને એલસીબી બ્રાન્ચના પીઆઇ વી.વી. ઓડેદરા ગોંડલ શહેરમાં મોડી રાત્રિના ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થળની તપાસ હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર જાણવા મળતા ઈનોવા કારને અન્ય કઈઇની ટીમે જેતપુરના રબારીકા મેવાસા ગામ તરફ જવાના રોડ પરથી ઝડપી પાડી જેમાં કાર ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. કારમાથી વિદેશી દારૂૂની 390 નંગ બોટલ, 528 બિયરના ટીન, એક ઇનોવા કાર મળી કુલ 16,89,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ઇનોવા કારચાલક ફરાર આરોપીની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version